Wed Sep 16 2026

Logo

અમદાવાદીઓ અભિષેક-ઇશાનની ધમાકેદાર ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છે...

2026-02-17 22:50:35
Author: Ajay Motiwala
અમદાવાદીઓ અભિષેક-ઇશાનની ધમાકેદાર ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છે...

PTI


અમદાવાદઃ અહીં બુધવારે ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે ગ્રૂપ-એમાં છેલ્લી લીગ મૅચ રમાશે જેમાં ભારત જીતવા અને અપરાજિત રહેવા કોઈ કસર બાકી નહીં રાખે. ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા છેલ્લા 18 મહિનાથી આંતરરાષ્ટ્રીય મૅચો તેમ જ આઇપીએલમાં ધમાકેદાર ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. તેના ઉપરાંત ઇશાન કિશન પણ હવે આવી જ છાપ ધરાવતો હોવાથી બુધવારે અમદાવાદવાસીઓ બન્નેની મોટી ભાગીદારીની આશા રાખશે. યાદ રહે, અભિષેકના છેલ્લી છમાંથી ચાર ઇનિંગ્સમાં ઝીરો છે, જ્યારે ઇશાન કાતિલ ફૉર્મમાં છે.

બુધવારે અમદાવાદ (ahmedabad)ની હાઇ-સ્કોરિંગ પિચ પર કુલદીપને કદાચ આરામ આપવામાં આવશે. બુમરાહને આરામ અપાશે તો અર્શદીપ અથવા સિરાજને મોકો મળી શકશે. ટીમ ઇન્ડિયા (team india) બે સ્પિનર વરુણ અને અક્ષરથી ચલાવી લેશે એવું મનાય છે. અભિષેક પણ સ્પિન બોલિંગથી વિકેટ અપાવી શકશે.

PTI

સુપર-એઇટમાં ભારતની મૅચ કોની સામે?

ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા
(22મી ફેબ્રુઆરી, અમદાવાદ, સાંજે 7.00)

ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે
(26મી ફેબ્રુઆરી, ચેન્નઈ, સાંજે 7.00)

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ
(1 માર્ચ, કોલકાતા, સાંજે 7.00)
-------------

બુધવારે કયા મુકાબલા?

સાઉથ આફ્રિકા વિરુદ્ધ યુએઇ
(દિલ્હી, સવારે 11.00)

પાકિસ્તાન વિરુદ્ધ નામિબિયા
(કોલંબો, બપોરે 3.00)

ભારત વિરુદ્ધ નેધરલૅન્ડ્સc
(અમદાવાદ, સાંજે 7.00)