નવી દિલ્હીઃ ભારતના જોબ માર્કેટમાં છેલ્લા એક વર્ષથી કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નહીં હોવાનું સરકારી અહેવાલમાં જણાવ્યું છે. એક વર્ષમાં ભારતના જોબ માર્કેટમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે નવી નોકરીના સર્જનની તકો ના તો વધી હતી કે ઘટી. નાણાકીય વર્ષ એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક દરમાં ભારતમાં બેરોજગારીનું પ્રમાણ સ્થિર રહ્યું હતું. એના સિવાય દેશમાં કામ કરનારી વસ્તી (વર્કિંગ પોપ્યુલેશન)નું પ્રમાણ પણ લગભગ સ્થિર રહ્યું હતું. એનો અર્થ એક સ્પષ્ટ છે કે બેકારીના આંકડા લગભગ વર્ષથી યથાવત્ છે.
બેરોજગારી દર ત્રિમાસિકગાળામાં 5.5 ટકા
કેન્દ્ર સરકારની સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રી તરફથી જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે કે બેરોજગારી દર ત્રિમાસિકગાળામાં 5.5 ટકા રહ્યો હતો, જ્યારે એક વર્ષ પહેલા પણ 5.6 ટકા હતો. એટલે બેરોજગારીનો દર કામ કરી શકે તેવી વયજૂથની એવી વસ્તીને માપે છે જેની પાસે નોકરી નથી, એમ સરકારી અહેવાલમાં જણાવ્યું હતું.
શહેરી જોબ માર્કેટમાં સ્થિતિ સ્થિર
સરકારી નિવેદનમાં જણાવ્યું હતું કે જૂન 2026માં કામકાજની વયજૂથની વસ્તીનું પ્રમાણ ગયા મહિનાની માફક 51.4 ટકા રહ્યું હતું, જે અગાઉના મહિના જેટલું જ હતું, જ્યારે જૂન 2025માં તે 51.2 ટકા હતું, એટલે તેમાં ૦.૨ ટકા પોઈન્ટનો સુધારો થયો હતો. સરકારના દાવા અનુસાર નેશનલ સ્ટેટિસ્ટિક્સના દાવા અનુસાર દેશના શહેરી જોબ માર્કેટમાં સ્થિતિ સ્થિર રહી હતી, જેનો સીધો અર્થ સ્પષ્ટ છે કે શહેરોમાં નોકરીની ના તકો વધી હતી કે ઘટી. સર્વે અનુસાર બેકારી અને કુલ લેબર ફોર્સમાં કામ કરનારાની ભાગીદારીને માપે છે.
ગ્રામીણ બેરોજગારી દર લગભગ સ્થિર
વર્ષ-દર-વર્ષના આધારે શહેરી બેરોજગારી દર ગયા વર્ષના જૂનમાં 7.1 ટકાથી ઘટીને જૂન 2026માં 6.6 ટકા થઈ ગયો છે. આ જ સમયગાળા દરમિયાન ગ્રામીણ બેરોજગારી દર લગભગ સ્થિર રહ્યો હતો.
આંકડા અનુસાર કુલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, જે નોકરી કરતી અથવા સક્રિય રીતે નોકરીની શોધ કરતી કામકાજી ઉંમરની વસ્તીને માપે છે, તે 54.4 ટકા રહ્યો હતો. આ આંકડો ગયા મહિના જેટલો જ હતો અને જૂન 2025માં નોંધાયેલા 54.2 ટકા કરતાં થોડો વધારે હતો.
વસ્તીમાં જેન્ડર ગેપ ઓછો થયો
સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી વસ્તીમાં જેન્ડર ગેપ (સ્ત્રી-પુરુષ વચ્ચેનો તફાવત) ઓછો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ આ વર્ષના જૂનમાં વધીને 36.6 ટકા થઈ ગયો છે, જે જૂન 2025ના 35.2 ટકાની સરખામણીમાં 1.4 ટકા પોઈન્ટ વધારે છે.
શહેરોમાં મહિલાઓની ભાગીદારીમાં ઘટાડો
આનાથી વિપરીત, શહેરી વિસ્તારોમાં મહિલાઓની ભાગીદારી થોડી ઘટીને 24.8 ટકા થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષના જૂનમાં તે 25.2 ટકા હતી. એટલે કે શહેરોમાં નોકરીઓમાં મહિલાઓની ભાગીદારીમાં ઘટાડો આવ્યો હતો.
ગ્રામીણ વિસ્તારોમાં કુલ વર્કર પોપ્યુલેશન રેશિયો (કામદાર વસ્તી ગુણોત્તર) 53.8 ટકા પર સ્થિર રહ્યો હતો; આ ગયા મહિના જેટલો જ હતો અને ગયા વર્ષના જૂનમાં નોંધાયેલા 53.3 ટકા કરતાં 0.5 ટકા વધારે હતો.