Thu Jun 18 2026

Logo

મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે ભૂટાનમાં તેલ સંકટ! પાડોશી ધર્મ નિભાવી ભારતે પહોંચાડી મદદ

Thimphu   2026-04-02 17:25:08
Author: Vimal Prajapati
Article Image

થિમ્પૂ, ભૂટાનઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર વિશ્વભરમાં દેખાવા લાગી છે અને તેમાં ભારતનો નાનો પડોશી દેશ ભૂતાન પણ અસરગ્રસ્ત બન્યો છે. વિદેશમાંથી આવતા ઈંધણ (પેટ્રોલ‑ડીઝલ‑LPG)ની ફુગાવાની સાથે જ પરિવહન અને લોજિસ્ટિકમાં અસર થતાં ભૂતાનમાં પેટ્રોલ‑ડીઝલનો જથો ઘટ્યો છે. જેના કારણે ત્યાંના લોકોને ઈંધણ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટ સમયે ભારતે ભૂતાનને મદદરૂપ થવા આગળ આવ્યો છે. ભારતે ઈંધણનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ મદદ કરી છે, જેના કારણે ભૂટાને ભારતનો આભાર પણ માન્યો છે.  

અનેક દેશોમાં ઇંધણના ભાવમાં વધારો થવા લાગ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત દેશના પાડોશી દેશોમાં ઇંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી 1લી એપ્રિલે વડા પ્રધાન દાશો ત્શેરિંગ ટોબગેના કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને જનતાને ભાવ વધારા પાછળના કારણો સમજાવ્યા હતા. આ નિવેદનમાં ભૂટાનની જનતાને લાંબા અંતરની મુસાફરી કરવાનું ટાળવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ ભારત તેમાં હવે મદદરૂપ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

હોર્મુઝ સ્ટ્રેટના કારણે ઇંધણ સંકટ વધ્યું

પશ્ચિમ એશિયાના સંઘર્ષ કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને અન્ય મુખ્ય તેલ‑માર્ગો પર ગતિવિરામ અને જોખમ વધ્યા છે. આથી ઘણા દેશો માટે ઇંધણની લાંબી લાઇન પર નિર્ભરતા ઘટાડવાની અને સ્ટોક વધારવાની મજબૂરી ઉભી થઈ છે. ભૂતાન જેવા પર્વતીય દેશ માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આવી સ્થિતિમાં ભારતે ભૂતાનને પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસનો નિયમિત પુરવઠો કરીને ત્યાંની સરકાર અને સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો છે.  

ભૂટાન સરકારે ભારત સરકારનો આભાર માન્યો

ભારતનો આભાર માનતા ભૂટાન સરકારે કહ્યું કે, ‘વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો હોવા છતાં, ભૂટાન સરકાર POL (એટલે પેટ્રોલિયમ, તેલ અને લુબ્રિકન્ટ્સ) અને LPGનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે. ભૂટાન તેનું ઈંધણ ભારત દ્વારા આયાત કરે છે. ભારત દ્વારા દર વખતે આવી સ્થિતિમાં પોતાના પાડોશી દેશોની મદદ કરવામાં આવી છે.