Mon May 04 2026

Logo

દેશમાં રાજકીય ચિત્ર બદલાયું, 21 રાજયોમાં ભાજપ- એનડીએની સરકાર

2026-05-04 16:18:33
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ સરકારની જીત લગભગ નિશ્ચિત છે. જેમાં  વર્ષ 2014માં માત્ર આઠ રાજ્યોમાં સીમિત ભાજપ અને એનડીએની જીત સાથે 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધી વિસ્તરશે. જેના દેશનું રાજકીય સમગ્ર ચિત્ર બદલાઈ રહ્યું છે. 

પશ્ચિમ બંગાળ,આસામ અને પુડુચેરીમાં ભાજપ સરકારની રચના નિશ્ચિત  

દેશમાં દિલ્હી,ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ,હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા,સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ , બિહાર, આંધ્ર પ્રદેશમાં ભાજપ એનડીએની સરકાર છે. જ્યારે પશ્ચિમ બંગાળ,આસામ અને પુડુચેરીમાં ભાજપ અને સાથી પક્ષોની સરકારની રચના થશે.  

પશ્ચિમ બંગાળ ભાજપના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થળ 

દેશમાં ભાજપ અને એનડીએના વધતાં રાજકીય પ્રભાવમાં હવે નવું રાજ્ય પશ્ચિમ બંગાળ ઉમેરવા જઇ રહ્યા છે. ભાજપ વર્ષોથી બંગાળમાં સંઘર્ષ કરી રહ્યું હતું. એક સમય હતો જ્યારે પક્ષ અહીં પોતાનું ખાતું પણ ખોલી શક્યું ન હતું. પશ્ચિમ બંગાળ ભાજપના સ્થાપક  ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થળ છે. આ વર્ષે પક્ષ તેમની 125મી જન્મજયંતિ ઉજવી રહી છે.  જેના પગલે આ વિજય  પાર્ટી માટે વૈચારિક ઘરવાપસી છે.

ભાજપે સત્તા મેળવવા માટે દાયકાઓનો સંઘર્ષ કરવો પડ્યો

જોકે, ભાજપને બંગાળમાં સત્તા મેળવવા માટે દાયકાઓનો સંઘર્ષ કરવો પડ્યો છે. જેમાં વર્ષ 2011 માં  બંગાળમાં ભાજપનો વોટ શેર  4 ટકા હતો. તેમજ વર્ષ 2014ની  મોદી લહેર પણ અહીં કોઈ  પરિણામો આપી શકી નહીં. જોકે પાર્ટીનો મત હિસ્સો 17 ટકા  સુધી વધી ગયો હતો. જેના કારણે તેને લોકસભામાં બે બેઠકો મળી હતી. જોકે, તેની બાદ વર્ષ 2021 માં  ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું અને  77 બેઠકો જીતી અને મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. જેની બાદ હવે વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર રચનાની નજીક છે.