ફાઇનલમાં ઇરાન સામે 40-34થી જીતીને નવમી વખત સુવર્ણચંદ્રક જીતી લીધો
તોકાઈ (જાપાન): એશિયન ગેમ્સ (Asian Games)માં કબડ્ડીની રમતમાં ભારતના ખેલાડીઓ છવાઈ ગયા છે, કારણકે મહિલાઓ પછી હવે પુરુષોની ભારતીય કબડ્ડી ટીમે પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઇરાન સામેની રોમાંચક ફાઇનલમાં ભારતની મેન્સ ટીમે 40-34થી જીત હાંસલ કરીને આ રમતોત્સવમાં ચૅમ્પિયનપદ જાળવી રાખ્યું હતું. ભારતે મેન્સ કબડ્ડીમાં કુલ નવ સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
ભારતે એ સાથે કબડ્ડીમાં `ગોલ્ડન ડબલ' હાંસલ કરીને આ રમતમાં વર્ચસ્વ સાબિત કર્યું હતું. શનિવારે બપોરે મહિલાઓની ભારતીય કબડ્ડી (Kabaddi) ટીમે ઇરાનને 37-34થી પરાજિત કરી હતી.
🥇 GOLD FOR INDIA! 🇮🇳🔥 India’s men’s kabaddi team are Asian Games 2026 CHAMPIONS! 🏆 🇮🇳 GOLD MEDALISTS! 💪🔥 #AsianGames2026 #TeamIndia #Kabaddi #IndiaSportsHub https://t.co/wZkMbGCtzT
— IndiaSportsHub (@IndiaSportsHub) September 26, 2026
પુરુષોની કબડ્ડી મૅચ ખૂબ જ રોચક હતી. એક તબક્કે બન્ને ટીમ 20-20ની બરાબરીમાં હતી, પરંતુ ભારતે પકડ જમાવી લીધી હતી અને ધીમે-ધીમે સ્કોરનો તફાવત વધારીને છેવટે મુકાબલો 40-34થી જીતી લીધો હતો.
A high-octane tactical war on the mat! Absolute thriller in the Asian Games Men's Kabaddi Final as arch-rivals Iran take a razor-thin 18-17 lead against Team India at the break! 🇮🇳🆚🇮🇷 First-Half Analysis: 🔹 The Deficit: Iran managed to secure a crucial 1-point cushion after inflicting an early All-Out on the Indian side. 🔹 The Fightback: Led by tactical counter-attacks and rock-solid defensive maneuvers from the Haryana contingent, India has kept the point deficit to the absolute minimum The ultimate crown comes down to the final 20 minutes of intense pressure! #AsianGames2026 #KabaddiFinal #TeamIndia #IndiaVsIran #goldmedelmatch
— Anil Bansal (@dilseanilbansal) September 26, 2026
2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ઇરાને ચૅમ્પિયનપદ મેળવ્યું એ પહેલાં ભારતના કબડ્ડી ખેલાડીઓ લાગલગાટ સાત વખત ગોલ્ડ મેડલ જીત્યા હતા. જોકે 2022ની હાન્ગઝોઉ એશિયાડમાં ભારતે ફરી ટાઇટલ મેળવ્યું અને આ વખતે એ જાળવી રાખ્યું છે. 2018માં ભારતની મહિલા ટીમ પણ ઇરાન સામે ફાઇનલ હારી ગઈ હતી, પરંતુ આ વખતે ઇરાનને જ પરાજિત કરીને વિક્રમજનક ચોથો ગોલ્ડ મેડલ જીતી લીધો છે.