નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને ભારતે ઈરાન સાથે વાતચીત કરતા એનો એક પ્રભાવ ઊભો થયો છે. હોર્મુઝમાંથી ભારતીય તિરંગા ધરાવતું જહાંજ પસાર થયા બાદ હવે વડાપ્રધાને કરેલી વાતચીતની અસર દેખાઈ રહી છે. એવું ચોક્કસ કહી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મોસુદ પેજેશકિયને વાતચીત કરી હતી. એ પછી વિદેશમંત્રી એસ. જયશંકરે ઈરાનના અધિકારીઓ સાથે ચાર વખત ટેલિફોનિક વાતચીત કરી હતી.
ગૂડ ન્યૂઝ મળશે
એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મીડિયાએ જ્યારે તેમને પૂછ્યું કે શું ઈરાન ભારતીય જહાજોને પસાર થવાનો રસ્તો આપશે, ત્યારે ફાતેહી એ કહ્યું હતું કે, હા-હા, તમે લોકો આગામી બે-ત્રણ કલાકમાં એવું થતા જોશો. ભારત અમારો મિત્ર દેશ છે અને અમે સમાન હિતો માટે સાથે કામ કરીએ છીએ. બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહકાર વધશે.ઈરાનના રાજદૂત ફાતેહી એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. એ કાર્યક્રમ બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત અને ઈરાન વચ્ચે ખૂબ સારા સંબંધો છે. એક દિવસ પહેલા જ બન્ને દેશના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, મિડલ ઈસ્ટમાં માહોલ શાંત થઈ જાય
નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય
દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય.જ્યાં સુધી ભારતીય જહાંજનો સવાલ છે ત્યાં સુધી ટૂંક જ સમયમાં આ અંગે તમે ગૂડ ન્યૂઝ સાંભળશો. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેજેશકિયન વચ્ચે થયેલી વાતચીતમાં ભારત તરફથી ઊર્જા અને સુરક્ષાને લઈને ઈરાનમાં રહેતા લોકો માટે નાગરિક સુરક્ષા મુદ્દે વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ મુદ્દા પર બન્ને દેશના નેતાઓએ વિસ્તારથી વાતચીત કરી હતી. તેલ અને LPGની કટોકટી દૂર થઈ શકે છે, કારણ કે હોર્મુઝમાંથી પસાર થવા માટે ભારતના લગભગ 20 ટેન્કર તૈયાર છે. હવે માત્ર ઈરાન તરફથી મંજૂરી (કન્ફર્મેશન)ની રાહ જોવામાં આવી રહી છે. 20 તેલ ટેન્કરમાંથી 10 ટેન્કર LPG લઈને જઈ રહ્યા છે, જેને ભારતીય રિફાઈનરીઓ જેમ કે ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે 5 ટેન્કર કાચું તેલ (Crude Oil) લઈને જઈ રહ્યા છે. બાકી રહેલા ટેન્કર અન્ય રિફાઈનરીઓ માટે છે.
હાઈલેવલ મિટિંગ બાદ ડેવલપમેન્ટ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાઘચી વચ્ચે ઉચ્ચ સ્તરની ચર્ચા (હાઈ-લેવલ વાટાઘાટ) યોજાઈ હતી.એ પછી હોર્મુઝમાં મોટું ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. ઓછામાં ઓછા બે ભારતીય ટેન્કર પુષ્પક અને પરિમલ સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે. આ એ જ સમુદ્રી માર્ગ છે જ્યાં વધતા તણાવને કારણે ઘણા આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર અસરગ્રસ્ત થઈ હતી. ભારત માટે આ મંજૂરી ખાસ મહત્વની છે, કારણ કે હાલ આ વિસ્તારમાંથી પસાર થતા અમેરિકા,યુરોપ અને ઈઝરાયલના જહાજોને પ્રતિબંધો અને હુમલાના ગંભીર જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.