Tue Aug 25 2026

Logo

નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન, કહ્યું આ કારણે નથી ઘટાડી એકસાઈઝ ડયુટી

2026-05-25 18:44:28
Author: Chandrakant Kanoja
નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન, કહ્યું આ કારણે નથી ઘટાડી એકસાઈઝ ડયુટી

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે આજે 11 દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન આવ્યું છે. તેમણે લોકોને  એકસાઈઝ ડયુટી નહિ ઘટાડવાના કારણ જણાવીને લોકોને ત્રણ એફ ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે. 

એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી રૂપિયા 1 લાખ કરોડનું નુકસાન 

તેમણે વધુમાં જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી આશરે  રૂપિયા 1 લાખ કરોડનું  નુકસાન થઇ શકે છે. આજે જ ઇંધણના ભાવ ફરી એકવાર વધ્યા છે. જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર  રૂપિયા 2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર  રૂપિયા 2.71નો વધારો થયો છે. જેના કારણે ઘરગથ્થુ બજેટ અને પરિવહન ખર્ચ પર વધુ દબાણ આવ્યું છે.

ફ્યુલ, ફર્ટિલાઈઝર અને  ફોરેક્સ પર ધ્યાન કેન્દ્રીત કરવા સલાહ 

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની 37મી વર્ષગાંઠ નિમિત્તે ઈંધણ અંગે નકારાત્મક  ટીકા કરનારા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ત્રણ એફ, ફ્યુલ, ફર્ટિલાઈઝર અને  ફોરેક્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું. 

ભારતની આર્થિક સ્થિતી આજે પણ સકારાત્મક અને મજબૂત 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમુક લોકોએ સ્થિતીને એવી રીતે રજૂ કરી રહ્યા છે. જ્યારે બધુ વિખરાઈ રહ્યું છે. પરંતુ વાસ્તવમાં સ્થિતી એવી નથી. લોકોએ સમજવું પડશે કે પડકારો બહારથી આવે છે. જ્યારે ભારતની આર્થિક સ્થિતી આજે પણ સકારાત્મક અને મજબૂત છે.