Tue Aug 18 2026

Logo

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનું જેલમાં મૃત્યુઃ પત્રકારના દાવાથી ખળભળાટ

karachi   2026-08-12 17:23:44
Author: Mumbai Samachar Team
Article Image

કરાંચીઃ પડોશી દેશ પાકિસ્તાનની જ્યારે પણ વાત થાય ત્યારે વાવ-વિવાદ, તણાવ, આતંકવાદ અને કથળેલી સ્થિતિઓ પર સૌથી વધારે ચર્ચા કરવામાં આવે છે. વાવડ હવે એવા મળી રહ્યા છે કે, જેલમાં પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનનું મોત નીપજ્યું છે. આ વાતથી અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના પત્રકારે એવો પણ દાવો કર્યો છે કે, આ વિષય સંબંધિત કેટલાક સૂત્રો પાસેથી વિગત મળી છે અને આશંકા છે કે, ઈમરાન ખાન હવે દુનિયામાં રહ્યા નથી. કોઈને મળવા જવા ન દેતા ચિંતા વધી ગઈ છે. 

રાજકારણમાં હિલચાલ વધી ગઈ

તહરીક એ ઈન્સાફ એટલે કે PTIના સંસ્થાપક ઈમરાન ખાનના મૃત્યુના સમાચારથી પાકિસ્તાનની રાજકીય લોબીમાં હિલચાલ વધી ગઈ છે. પાકિસ્તાનના એક મોટા કદના પત્રકારે દાવા સાથે વાત કરી છે કે એમની તબિયત અને સુરક્ષાને લઈને સવાલ ઊભા થઈ ગયા છે. પત્રકાર વજાહત સઈદે પોતાની એક યુટ્યુબ ચેનલ મારફતે એક દાવો કર્યો છે કે એમના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈમરાન ખાનનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઈમરાન ખાન હવે જીવીત નથી. 

આટલી વાત પરથી ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે, ખરેખર ઈમરાન ખાન જીવિત છે કે નહીં? માત્ર પાકિસ્તાનની રાજનીતિમાં જ નહીં ભારતમાં પણ એવો ગણગણાટ છે કે, ખરેખર તેઓ જેલમાં જીવીત છે કે નહીં? પત્રકારના સૂત્રો ત્યાં સુધી કહે છે કે, અમે એમને મૃત જોયા નથી કે એમની કોઈ ડેડબોડી જોઈ નથી. ડાયરેક્ટ આવા દાવા પાછળ કોઈ આધારભૂત સ્ત્રોત નથી. આ વાત સામે આવતા જેલ પરિસરથી લઈને પોલિટિક્સ સુધી અનેક એવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

પાર્ટીની માગ પૂરી થઈ ખરા?

પાકિસ્તાનની રાજકીય લોબીમાં ચર્ચા થવી અને એ સમયે કોઈ એક વાત ભરોસો કરીને વાત કરી એ ખરેખર જોખમી સાબિત થયું છે. ચિંતા એટલે વધી છે કારણ કે, પરિવાર, પાર્ટીના નેતાઓ, વકીલ તથા તબીબોની મુલાકાતને લઈને સતત વિવાદ થતા રહ્યા છે. રાજકીય પાર્ટી અગાઉથી જ એમને અલગ રાખવા અને કેટલીક સુવિધાઓ ખાસ આપવાની વાત કરી ચૂકી છે. બીજી તરફ હવે એમના ઈલાજ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 

જૂન મહિનામાં જ પાર્ટીએ એમની સારવાર હોસ્પિટલમાં થાય, વ્યવસ્થિત થાય, નિયમિત મુલાકાત કરવા દેવામાં આવે તથા ખાનગી તબીબ પાસે તપાસ કરાવવામાં આવે એવી માગને લઈને જેલના પોલીસ અધિકારીઓ સામે વાત મૂકી ચૂકી છે. મુદ્દો હવે ત્યાં છે કે, ખરેખર પાકિસ્તાનના કદાવર નેતા છે કે નહીં? મે મહિનામાં ઈમરાનની બહેન અને ખૈબર પખ્તુખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીને જેલમાં મળવા જવા દેવા માટે રોકી દેવામાં આવ્યા હતા. 

ઈસ્લામાબાદમાં યોજાશે રેલી

આ સમયથી મામલો ચર્ચામાં છે કે ખરેખર ક્યા કારણોસર એમને રોકી દેવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની સ્થિતિને લઈને વધેલી ચિંતાએ રાજકીય ખટરાગ વધારી દીધો છે. પાકિસ્તાનના રાજકારણમાં સત્તાપ્રેમી નેતાઓ નૈતિકતામાં નીચા ઊતર્યા હોય એવું પહેલીવાર નથી બન્યું. હવે સ્થિતિ એવી છે કે એમની પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ તેમ જ ખૈબરપખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રીદીએ દાવો કર્યો છે કે, પાર્ટીના 20 લાખથી વધારે લોકો રસ્તા પર ઊતારવા પર તૈયાર છે અને પાર્ટી 27 સપ્ટેમ્બરના  ઈસ્લામાબાદમાં રેલી યોજશે. વર્ષ 2023થી ઈમરાન ખાન જેલમાં છે. 

અનેક એવા કેસમાં તેઓ સજા ભોગવી રહ્યા છે. એમની ધરપકડ બાદ એમના આ કેસ પાકિસ્તાનની રાજનીતિમાં એક મોટો મુદ્દો બની ગયો છે. આ વિષયમાં કેટલાક રાજકીય સ્પર્શ પણ લાગી ચૂક્યા છે. એવામાં એમના મૃત્યુના સમાચાર ખરેખર ચિંતાજનક છે. હાલમાં ઈમરાન ખાનની મૃત્યુના વાવડ પર ખાસ કોઈ પુષ્ટિ થઈ નથી. હવે પરિવારજનો અને તબીબોને કેમ મળવા જવા દેવાતા નથી. એ વિષય પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.