Wed Jul 01 2026

Logo

ફિલ્મ 'ઈક્કા'નું ટ્રેલર રિલીઝ, 27 વર્ષ બાદ અક્ષય ખન્ના અને સન્ની દેઓલ એકસાથે જોવા મળશે

2026-06-30 22:30:06
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ જે રીતે સિનેમાઘરમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે એ જ રીતે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો સ્ટ્રિમ થઈ રહી છે. કોમેડી ડ્રામા ફિલ્મ 'મા બહેન' સ્ટ્રિમ થયા બાદ હવે સન્ની દેઓલ અને અક્ષય ખન્નાને ચમકાવતી ફિલ્મ 'ઈક્કા' નેટફ્લિક્સ પર આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે. જેમાં અક્ષય ખન્નાનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 'ધુરંધર' ફિલ્મમાંથી મળેલી એક મોટી સફળતા બાદ અક્ષય ખન્ના ફરીવાર એક અલગ અંદાજમાં દેખાવાનો છે. રહેમાન ડકૈતાના પાત્રથી કમબેક કરીને અક્ષય ખન્નાએ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં ડંકા વગાડી દીધા છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના 27 વર્ષ બાદ એકસાથે સ્ક્રિન શૅર કરી રહ્યા છે. 

શું છે નવી ફિલ્મમાં?
આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે. કેટલાક ઈમોશનલ મોમેન્ટ પણ શુટ કરવામાં આવ્યા છે પણ આખો પ્લોટ કોર્ટરૂમમાં વધારે છે. શાનદાન સસ્પેન્સ અને એક્ટિંગના બે બાદશાહ સામસામે જોવા મળશે. આ ફિલ્મ 10 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહી છે. ફિલ્મમાં અર્જુ મેહરા (સન્ની દેઓલ) લીડ એક્ટર છે, એક વકીલ તરીકેની છબીમાં જોવા મળશે અને ક્યા કેસમાં ધારદાર દલીલ કરે છે એ જોવાનું છે. બીજીબાજુ શૌર્યમાન ગૌર (અક્ષય ખન્ના) જેના પર એક યુવતીની હત્યાનો આરોપ છે. કોર્ટરૂમની બાહર 'જાન કે બદલે જાન' જેવી આક્રોશભરી જીદ જોવા મળી રહી છે તો બીજી બાજુ કોર્ટમાં ધારદાર દલીલનો સિલસલો દેખાઈ રહ્યો છે. ન્યાય માટેની લડાઈ જેટલી મેદાનમાં થાય છે એટલી જ કોર્ટરૂમમાં વધારે થાય છે. ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે. 'કોર્ટ મેં હમ જીતને કે લિયે નહીં, હક કે લિયે લડતે હૈ' આ ડાયલોગ સૌથી વધારે ધ્યાન ખેંચનારો છે. 

કઈ વાતનું છે સસ્પેન્સ?
વાર્તાનો વિષય ડ્રામા કરતા કોર્ટ પ્રોસિજર વધારે છે.  જે રીતે કેસ આગળ વધે છે એમ વધારે સસ્પેન્સ ઊભું થાય છે. ખાસ કરીને ઈન્ટરવલ પછીનો ભાગ સૌથી વધારે રસપ્રદ રહેશે એવું અત્યારે દર્શકો માની રહ્યા છે. ટ્રેલર પરથી એટલું કહી શકાય કે, દમદાર એક્શન કરતા દમદાર એક્ટિંગ ફિલ્મ વધારે છે. બીજી તરફ રહેમાન ડકૈત તરીકે જોયા બાદ, ઝનૂની, આક્રોશભર્યો અને ગુસ્સાથી ભરપૂર અક્ષય ખન્ના અહીંયા ખૂબ જ શાંત અને ચહેરાના એક્સપ્રેસનથી પોતાની વાત સમજાવી દે છે. વાત જ્યાં ગુસ્સાની કરવામાં આવે ત્યાં સન્ની પાજીએ ઓન સ્ક્રિન 'ગદર' મચાવેલી છે. અહીંયા તે કોર્ટની માન મર્યાદા અને સભ્યતા સાથે વાતચીત કરતા જોવા મળશે. પણ એના તીખા અને આકરા સવાલ સામે કોર્ટ શું નોટિસ કરે છે એ ફિલ્મમાં ખાસ જોવાનું છે. સમગ્ર વાર્તાને લઈને ડાયરેક્ટર સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ સ્ટોરી મારા દિલથી સૌથી વધારે નજીક છે. 

'દામિની' બાદ બીજી દમદાર ફિલ્મ
અલિથ્યૌ કૌશલ નામની લેખિકા આ સ્ટોરી લઈને આવી હતી. 'દામિની' બાદ સની દેઓલ ફરીવાર વકીલના અંદાજમાં દેખાશે. ડાયરેક્ટર ખુદ દામીની પછી વકીલના રોલમાં જોવા માગતા હતા. પહેલાથી જ ફિક્સ હતું કે, શૌર્યમાન ગોરના રોલ માટે અક્ષય ખન્ના જ રહેશે. ફિલ્મની સ્ક્રિપ્ટને સાંભળ્યા બાદ માત્ર 2 કલાકમાં અક્ષયે આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. આ પહેલા અક્ષય ખન્ના અને સની દેઓલ 'બોર્ડર' ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. એ વખતે સુન્ની પાજીનો રોલ મેજર કુલદિપસિંહ ચાંદપુરીનો હતો જ્યારે અક્ષય ખન્ના એક વીર જવાન તરીકે સૈન્યની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 'દામિની' પછી વકીલના અંદાજમાં સન્ની પાજીનો દમ ફરીવાર જોવા મળશે.