Sun Mar 08 2026

Logo

હાર્દિક પંડ્યાએ હાફ સેન્ચ્યુરી પૂરી કર્યા બાદ સ્ટેન્ડમાં કોને આપી ફ્લાઈંગ કિસ? વીડિયો થયો વાઈરલ...

1 week ago
Author: Darshna Visaria
Article Image

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં પીચ પર અને પીચની બહાર બંને જગ્યાએ સતત ચર્ચામાં રહી છે. પીચ પર પોતાની ધૂઆંધાર ગેમને કારણે અને પીચની બહાર પોતાની લવ લાઈફને કારણે. ગઈકાલે એટલે કે 27મી ફેબ્રુઆરી, 2026ના રોજ ઝિમ્બાબ્વે સામે રમાયેલી રોમાંચક T20 મેચમાં હાર્દિકે આક્રમક બેટિંગ કરતા માત્ર ૨૩ બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, આ મેચમાં તેની રમત કરતા પણ વધુ ચર્ચા તેના 'રોમેન્ટિક સેલિબ્રેશન'ની થઈ રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ વીડિયોમાં... 

વાત જાણે એમ છે કે ઝિમ્બાવે સામે ગઈકાલે રમાઈ રહેલી મેચ દરમિયાન જ્યારે હાર્દિકે પોતાની ફિફ્ટી પૂરી કરી, ત્યારે તેણે બેટ હવામાં લહેરાવીને સ્ટેન્ડ તરફ જોતાં એક 'ફ્લાઈંગ કિસ' આપી હતી અને કહેવાની જરૂર ખરી કે સ્ટેન્ડમાં સામે કોણ હતું? કેમેરાએ તરત જ સ્ટેન્ડમાં બેઠેલી લોકપ્રિય એક્ટ્રેસ અને હાર્દિક પંડ્યાની લેડી લવ માહિકા શર્મા પર ફોક્સ કર્યું હતું. 

હાર્દિકે પોતાની હાફ સેન્ચ્યુરીના સેલિબ્રેશનમાં જે રીતે માહિકા શર્માને સામેલ કરી એમ સામે પક્ષે માહિકા પણ હાર્દિકની આ સિક્સર અને ફિફ્ટી પર ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ હતી. બંને લવ બર્ડ વચ્ચેની આ સ્પેશિયલ મોમેન્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગઈ છે અને ફેન્સ આ જોઈને એકદમ મોજમાં આવી ગયા હતા. 

હાર્દિક પંડ્યાની ગેમની વાત કરીએ તો ઝિમ્બાવે સામેની મેચમાં હાર્દિકે માત્ર 23 બોલમાં 50 રન પૂરા કર્યા, જેમાં પાંચ સિક્સ અને ત્રણ ફોરનો સમાવેશ થાય છે. હાર્દિકની આ તોફાની ઈનિંગને કારણે જ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. હાર્દિકનો આ આત્મવિશ્વાસ ભારતીય ટીમ માટે આગામી મોટી ટૂર્નામેન્ટ્સ પહેલા સારા સંકેત માનવામાં આવી રહ્યો છે.

નેટીઝન્સ આ વીડિયોને શેર કરીને અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે હાર્દિક ફરીથી જૂના ફોર્મમાં પાછો ફર્યો છે, જ્યારે કેટલાક માહિકા શર્મા સાથેના તેના કથિત સંબંધોને લઈને મજાક કરી રહ્યા છે. અત્યાર સુધી હાર્દિક કે માહિકા તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ 'રોમેન્ટિક જેસ્ચર'એ મેચની મજા બમણી કરી દીધી હતી.