Thu Aug 20 2026

Logo

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સિઝનના સરેરાશથી વધુ વરસાદ, જાણો જિલ્લાવાર આંકડા

2026-08-13 11:54:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 72.36 ટકા વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ કચ્છમાં 29.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.81 ટકા, પૂર્વ મધ્યમાં 71.17 ટકા, સૌરાષ્ટ્રમાં 54.93 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 98.79 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સિઝનના સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે.

જાણો જિલ્લાવાર આંકડા

સુરત જિલ્લામાં સરેરાશ 102.92 ટકા વરસાદ પડ્યો છે. અંબિકામાં 152.51 ટકા, અરેઠમાં 61.28 ટકા, બારડોલીમાં 112.84 ટકા, ચોર્યાસીમાં 69.23  ટકા, કામરેજમાં 119.65 ટકા, મહુવામાં 98.97 ટકા, માંડવામાં 57.86 ટકા, માંગરોળમાં 79.82 ટકા, ઓલપાડમાં 114.60 ટકા, પલસાણામાં 140.48 ઇંચ, સુરત શહેરમાં 110.59 ઇંચ, ઉમરપાડામાં 109.70 ટકા વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લામાં 116.51 ટકા વરસાદ પડ્યો છે. ચીખલીમાં 127.36 ટકા, ગણદેવીમાં 103.42 ટકા, જલાલપોરમાં 102.18 ટકા, ખેરગામમાં 132.50 ટકા, નવસારીમાં 106.06 ટકા તથા વાંસદામાં 124.52 ટકા વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લામાં સરેરાશ 88.99 ટકા વરસાદ પડ્યો છે. આમોદમાં 56.62 ટકા, અંકલેશ્વરમાં 100.62 ટકા, ભરૂચમાં 66.29 ટકા, હાંસોટમાં 85.86 ટકા, જંબુસરમાં 91.89 ટકા, નેત્રંગમાં 145.58 ટકા, વાગ્રામાં 80.39 ટકા, વાલિયામાં 92.36 ટકા વરસાદ પડ્યો છે.

નર્મદા જિલ્લામાં સરેરાશ 73.89 ટકા વરસાદ પડ્યો છે. ચીખદામાં 65.61 ટકા, ડેડિયાપાડામાં 74.66 ટકા, ગરુડેશ્વરમાં 73.35 ટકા, નાંદોદમાં 82.44 ટકા, સાગબારામાં 85.19 ટકા, તિલકવાડામાં 62.19 ટકા વરસાદ પડ્યો છે.

તાપી જિલ્લામાં સરેરાશ 81.88 ટકા વરસાદ પડ્યો છે. નિઝારમાં 50.93 ટકા, સોનગઢમાં 67.41 ટકા, ઉચ્છલમાં 46.74 ટકા, વાલોડમાં 116.51 ટકા, વ્યારામાં 92.98 ટકા, ડોલવણમાં 127.81 ટકા, કુકરમુંડામાં 44.06 ટકા, ઉકાઈમાં 63.75 ટકા વરાસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં સરેરાશ 109.80 ટકા વરસાદ પડ્યો છે. ધરમપુરમાં  94.77 ટકા, કપરાડામાં 116.02 ટકા, નાનાપોંઢામાં 111.03 ટકા, પારડીમાં 111.25 ટકા, ઉમરગામમાં 113.16 ટકા, વાપીમાં 91.57 ટકા વરસાદ પડ્યો છે.

ડાંગ જિલ્લામાં સરેરાશ 95.16 ટકા વરસાદ પડ્યો છે. ડાંગ-આહવામાં 94.35 ટકા, સુબીરમાં 89.02 ટકા તથા વઘાઈમાં 101.43 ટકા વરસાદ વરસ્યો છે.