અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી મિશ્ર ચોમાસં જોવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. રાજ્યમાં 22 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ બહુ ખરાબ છે.
કયા 22 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ વરસી ચુક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.56 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 29.05 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 51.33 ટકા, પૂર્વ મધ્યમાં 66.79 ટકા અને સૌરાષ્ટ્રમાં 54.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
નર્મદામાં 69.53 ટકા, પંચમહાલમાં 67.24 ટકા, જૂનાગઢમાં 54.91 ટકા, વડોદરા 55.58 ટકા, મહીસાગર 62.46 ટકા, છોટાઉદેપુરમાં 44.25, ગીર સોમનાથમાં 45.32 ટકા, ગાંધીનગરમાં 57.32 ટકા, ભાવનગરમાં 68.92 ટકા, બોટાદમાં 67.29 ટકા, મહેસાણામાં 58.21 ટકા, પાટણ 63.96 ટકા, વાવ-થરાદમાં 68.83 ટકા, અરવલ્લીમાં 40.86 ટકા, સાબરકાંઠામાં 39.69 ટકા, રાજકોટમાં 46.26 ટકા, બનાસકાંઠામાં 43.53 ટકા, જામનગરમાં 28.5 ટકા, પોરબંદરમાં 17.61 ટકા, કચ્છમાં 29.05 ટકા, દેવભૂમિ દ્વારકામાં 6.23 ટકા વરસાદ નોંધાયો છે. જે સરેરાશથી ઓછો છે.

આ જિલ્લામાં સરેરાશથી વધુ વરસાદ
વલસાડ 107.54 ટકા, નવસારી 114.88 ટકા, ડાંગ 91.04 ટકા, સુરત 102.99 ટકા, તાપી 79.18 ટકા, ખેડા 90.18 ટકા, આણંદ 88.32 ટકા, ભરૂચ 88.09 ટકા, અમદવાદ 84.87 ટકા, અમરેલી 72.46 ટકા, સુરેન્દ્રનગર 81.23 ટકા, મોરબીમાં 78.42 ટકા વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લાના તમામ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
નવસારી જિલ્લાના તમામ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ચીખલીમાં 126.58 ટકા, ગણદેવીમાં 102.74 ટકા, જલાલપોરમાં 101.61 ટકા, ખેરગામમાં 128.25 ટકા, નવસારીમાં 105.95 ટકા, વાંસદામાં 121.92 ટકા વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના આ જિલ્લા એક પણ તાલુકામાં 10 ટકા નથી થયો વરસાદ
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક પણ તાલુકામાં 10 ટકા વરસાદ નથી પડ્યો. ભાણવાડમાં 9.37 ટકા, દ્વારકામાં 2.28 ટકા, કલ્યાણપુરમાં 3.21 ટકા અને ખંભાળીયામાં 9.43 ટકા વરસાદ પડ્યો છે.