Mon Jul 27 2026

Logo

આખું ગુજરાત જળબંબાકાર ત્યારે આ બે જિલ્લા સાવ કોરા, સિઝનમાં 2 ટકાથી પણ ઓછો વરસાદ

2026-07-25 11:15:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે  મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમ છતાં રાજ્યના બે જિલ્લામાં સિઝનનો 2 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ  રાજ્યમાં સરેરાશ 52.03 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 18.59 ટકા, ઉત્તર ગુજરાતમાં 34,90 ટકા, પૂર્વ-મધ્યમાં 43.21 ટકા, સૌરાષ્ટ્રમાં 43.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 76.39 ટકા વરસાદ વરસ્યો છે.

આ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ

રાજ્યમાં મેઘમહેર હોવા છતાં બે જિલ્લા સાવ કોરા છે, ત્યાં 2 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 1.37 ટકા, કલ્યાણપુરમાં 1.86 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ભાણવાડમાં 6.20 ટકા, ખંભાળીયામાં 6.81 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદમાં માત્ર 7.47 ટકા, કચ્છના અબડાસામાં 7 ટકા, અંજારમાં 9.80 ટકા, મુન્દ્રામાં 9.36 ટકા, બનાસકાંઠાના અમીરગઢમાં 10.86 ટકા, જામનગરમાં 13.25 વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 15 ઇંચ, એક તાલુકામાં 13 ઇંચથી વધારે, એક તાલુકામાં11 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, બે તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 6 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 5 ઇંચથી વધારે,  18 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 33 તાલુકામાં 3 ઇંચથી વધારે, 42 તાલુકામાં 2 ઇંચથી વધારે, 86 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જયારે 71 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

પાટણના સાતંલપુરમાં સૌથી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણના રાધનપુરમાં 13.46 ઇંચ, વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ, ખેડાના નડીયાદમાં 10.31 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 8.39 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7.09 ઇંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 7.09 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 6.93 ઇંચ, વાવ-થરાદના સુઈગામમાં 6.81 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 5.98 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 5.71 ઇંચ, વાવ-થરાદના થરાદમાં 5.12 ઇંચ, આણંદના સોજીત્રામાં 5.04 ઇંચ, બનાસકાંઠાના ડીસામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો.