Fri Sep 04 2026

Logo

ઉત્તર ગુજરાતના આ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર

2026-07-25 09:17:00
Author: Mayur Patel
ઉત્તર ગુજરાતના આ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર

અમદાવાદઃ હાલ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના દીયોદર અને લાખણી તાલુકામાં સવારના 6 થી 8 કલાકમાં ગાળામાં બે ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સવારના બે કલાકમાં 106 તાલુકામાં વરસાદ
 
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી 8ના સમયગાળા દરમિયાન રાજ્યના 106 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વાવ-થરાદના દીયોદરમાં 1.85 ઇંચ, વાવ-થરાદના લાખણીમાં 1.73 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 1.46 ઇંચ, વાવ-થરાદના રાહમાં 1.42 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો હતો.

95 તાલુકામાં અડધા ઇંચ સુધી વરસાદ

નાનાપોંઢામાં 1.22 ઇંચ, ખેરગામમાં 1.02 ઇંચ, સાંતલપુરમાં 0.94 ઇંચ, કપરાડામાં 0.94 ઇંચ, ઉમરગામમાં 0.67 ઇંચ, સુબીરમાં 0.63 ઇંચ વરસાદ વરસ્યો હતો. 95 તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
 

આજે કયા જિલ્લામાં કયું એલર્ટ

હવામાન વિભાગે આજે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અતિથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેક કર્યું છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરી છે.