Tue Aug 25 2026

Logo

દેશનાં સૌથી વધારે ગરમ શહેરમાં અમદાવાદની સાથે સૌરાષ્ટ્રનું આ શહેર પણ

2026-05-13 09:51:57
Author: Mayur Patel
દેશનાં સૌથી વધારે ગરમ શહેરમાં અમદાવાદની સાથે સૌરાષ્ટ્રનું આ શહેર પણ

અમદાવાદઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશનાં સૌથી વધારે ગરમ શહેરમાં અમદાવાદની સાથે સૌરાષ્ટ્રનાં અમરેલી, સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થયો હતો. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બાડમે 48.3 ડિગ્રીમાં શેકાયું હતું. જે તેના સમાન્ય તાપમાન કરતાં 6.2 ડિગ્રી વધારે હતું.

દેશના સૌથી વધારે ગરમ શહેરો

બાડમેર- રાજસ્થાનઃ 48.3 ડિગ્રી
રતલામ - મધ્યપ્રદેશઃ 46.5 ડિગ્રી
જેસલમેર - રાજસ્થાનઃ 45.8 ડિગ્રી
અકોલા - મહારાષ્ટ્ર, 45.6 ડિગ્રી
જલગાંવ - મહારાષ્ટ્ર, 45.5 ડિગ્રી
અમરાવતી - મહારાષ્ટ્ર, 45.4 ડિગ્રી
બિકાનેર - રાજસ્થાન, 45.0 ડિગ્રી
કોટા - રાજસ્થાન, 44.7 ડિગ્રી
જોધપુર - રાજસ્થાન, 44.7 ડિગ્રી
ધાર - મધ્ય પ્રદેશ, 44.6 ડિગ્રી
અમરેલી - ગુજરાત, 44.5 ડિગ્રી
સુરેન્દ્રનગર - ગુજરાત, 44.5 ડિગ્રી
અમદાવાદ - ગુજરાત, 44.4 ડિગ્રી
ઉજ્જૈન - મધ્ય પ્રદેશ, 44.4 ડિગ્રી
વર્ધા - મહારાષ્ટ્ર, 44.2 ડિગ્રી
બીડ - મહારાષ્ટ્ર, 44.0 ડિગ્રી

ક્યાં સામાન્યથી કેટલું વધુ તાપમાન નોંધાયું

બાડમેરમાં 6.2 ડિગ્રી, રતલામમાં 7.2 ડિગ્રી, જેસલમેરમાં 4.1 ડિગ્રી, અકોલામાં 3.4 ડિગ્રી, જલગાંવમાં 3.7 ડિગ્રી, અમરાવતીમાં 3.8 ડિગ્રી, બિકાનેરમાં 2.9  ડિગ્રી, કોટામાં 2.3 ડિગ્રી, જોધપુરમાં 3.5 ડિગ્રી, ધારમાં 5.2 ડિગ્રી, અમરેલીમાં 3.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 2.7 ડિગ્રી, અમદાવાદમાં 2.8 ડિગ્રી, ઉજ્જૈનમાં 3.5 ડિગ્રી, વર્ધામાં 1 ડિગ્રી, બીડમાં 3.3 ડિગ્રી સામાન્યથી વધુ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં દિવસે તો ઠીક રાત્રે પણ ગરમ પવન ફૂંકાશે. હવામાન વિભાગે વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જ્યારે દ્વારકા, બોટાદ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં ટલો એલર્ટ જાહેર કર્યું છે.

ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને  બપોરે 12 થી 4 દરમિયાન અનાવશ્યક બહાર જવાનું ટાળવા,  પૂરતું પાણી પીતા રહેવા,  હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત  વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની ખાસ કાળજી રાખવા જણાવ્યું છે.