Thu Jun 18 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વર્ષ 2025-26 માટે દવાઓની યાદીમાં 150 નવી દવાનો ઉમેરો

2026-03-05 17:20:20
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગર:
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની આવશ્યક દવાઓની યાદીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની ૧,૩૮૬ દવાની સમીક્ષા કર્યા બાદ લગભગ ૧૫૦ નવી દવાનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

ઉપરાંત, સરકારે બિનજરૂરી ૫૭ દવાઓ રદ કરવામાં આવી હતી. જેના પરિણામે હવે આગામી વર્ષ માટે કુલ ૧,૪૭૯ જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂરી દવાઓ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે.

આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની ૩૭૮ દવાઓ, સેકન્ડરી કક્ષાની ૬૨૮ દવાઓ અને ટર્સરી કક્ષાની ૧,૪૭૫ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ગત વર્ષની સરખામણીએ જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો જોવા મળ્યો છે. એન્ટી-ઈન્ફેક્ટિવ મેડિસિન્સ ૨૦૨થી વધારીને ૨૧૬, શ્વસનતંત્રની દવાઓ ૨૯થી વધારીને ૪૦, આંખની દવાઓ ૫૧થી વધારીને ૫૮, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ 52થી વધારીને ૫૬ તેમ જ મેડિકલ ડિવાઈસીસની સંખ્યા ૨૮૭થી વધારીને ૩૪૯ કરવામાં આવી છે. 

આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં હૃદયરોગની ૧૧૬, કેન્સરની ૫૬, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સની ૭૫ અને માનસિક રોગોની ૪૩ દવાઓ સહિત અનેકવિધ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.