Sun Apr 12 2026

Logo

ઓડિશનનો એ જ 'ભારે' સીન બન્યો ફિલ્મની જાન: જાણો કેવી રીતે મળ્યો ગૌરવને ધુરંધર રોલ

2026-04-08 22:18:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર 2' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 19 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ પ્રથમ દિવસથી જ દર્શકોની પસંદગી બની ગઈ છે. સોશિયલ મીડિયા પર માત્ર રણવીર જ નહીં, પરંતુ ફિલ્મની આખી સ્ટાર કાસ્ટના વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને 'મોહમ્મદ આલમ'નું પાત્ર ભજવનાર અભિનેતા ગૌરવ ગેરા હાલમાં ખાસ્સો ચર્ચામાં છે. લાંબા સમય બાદ ગૌરવ એક અલગ અને ગંભીર અંદાજમાં જોવા મળતા તેના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગૌરવ ગેરાને કેવી રીતે મળ્યો આ ખાસ રોલ
ગૌરવ ગેરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને આ ફિલ્મમાં 'આલમ ભાઈ'ની ભૂમિકા કેવી રીતે મળી. ગૌરવે જણાવ્યું કે તેને મુકેશ છાબડાની ઓફિસમાં ઓડિશન માટે બોલાવવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, જે ગંભીર સીન માટે ગૌરવે ઓડિશન આપ્યું હતું, તે જ સીન ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ સાબિત થયો. ફિલ્મમાં ગૌરવ એક ભારતીય ઇન્ટેલિજન્સ એજન્ટના રોલમાં છે, જે કરાચીના લ્યારી વિસ્તારમાં જ્યુસ વેચનારના વેશમાં અન્ડરકવર મિશન પર કામ કરે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gaurav Gera (@gauravgera)

ફિલ્મમાં એક વળાંક આવે છે જ્યાં પિંડાના મૃત્યુનો આરોપ આલમ (ગૌરવ) એ પોતાના માથે લેવો પડે છે. ગૌરવે કહ્યું, "મને ખબર હતી કે આ એક એવું પાત્ર છે જે લોકોને ગમશે. તે હમઝાનો એકમાત્ર એવો સહારો છે જે બધું જ જાણે છે. જ્યારે મને નરેશન મળ્યું ત્યારે હું સમજી ગયો હતો કે ઓડિશનમાં મેં જે સીન કર્યો હતો તેનું ફિલ્મમાં શું મહત્વ હશે." આ સીનમાં આલમ ભાઈ જે રીતે હમઝાને મનાવે છે તે પ્રેક્ષકોના દિલ જીતી રહ્યું છે.

ગૌરવ ગેરાના બોલવાની શૈલી અને તેના અભિનયના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેનો ડાયલોગ "ડાર્લિંગ દિલ ક્યોં તોડા..." હાલમાં ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેની આ અનોખી સ્ટાઈલે આખા પાત્રમાં જીવ પૂરી દીધો છે. ફિલ્મના આર્થિક પાસાની વાત કરીએ તો, 'ધુરંધર 2' એ સફળતાના તમામ રેકોર્ડ તોડતા વિશ્વભરમાં અત્યાર સુધીમાં 1,640 કરોડ રૂપિયાથી વધુનું જંગી કલેક્શન કરી લીધું છે.