૧૮ વર્ષથી કામ કરતા 'મુનીમજી' એ એટીએમ અને ચેકબૂકનો દુરુપયોગ કરી બારોબાર નાણાં સેરવી રફુચક્કર
ભુજ: આદિપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા અને વર્ષોથી ગાંધીધામ સંકુલમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારી સાથે તેમની જ પેઢીમાં ૧૮ વર્ષથી ફરજ બજાવતા વિશ્વાસુ કર્મચારીએ રૂ. ૨.૩૧ કરોડની રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.
મૂળ હરિયાણાના વતની ૬૨ વર્ષીય વેપારી અશોક લાલસિંહ માથુરે નોંધાવેલી વિગત અનુસાર, તેઓ વર્ષ ૧૯૯૮માં ગાંધીધામ આવ્યા હતા અને 'સોનીપત ગોહાના ફ્રેઇટ કેરિયર' નામે ટ્રાન્સપોર્ટ પેઢી શરૂ કરી હતી. વર્ષ ૨૦૦૮માં તેમણે ધર્મવીર હવાસિંગ પવાર (મૂળ ભવાનીનગર, ગળપાદર)ને નોકરીએ રાખ્યો હતો. લાંબા સમયની નોકરી દરમિયાન ધર્મવીરે માલિકનો અંધ વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો, જેના પગલે વેપારીએ પોતાના બે બેંક ખાતાના એટીએમ કાર્ડ, પાસબૂક, ચેકબૂક તેમજ પેઢીનો સંપૂર્ણ હિસાબ-કિતાબ તેને સોંપી દીધો હતો.
એટલું જ નહીં, બંને બેંક ખાતામાં ધર્મવીરનો મોબાઇલ નંબર પણ રજિસ્ટર કરાવાયો હતો. દરમિયાન, ધર્મવીરે નોકરીની સાથોસાથ પોતાની સ્વતંત્ર ટ્રાન્સપોર્ટ પેઢી પણ શરૂ કરી દીધી હતી. બીજી તરફ વેપારી માથુરની પેઢીમાં સતત ખોટ જવા લાગતાં તેમણે વર્ષ ૨૦૨૦થી ૨૦૨૬ દરમિયાનના બેંક વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. આ ઓડિટ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે તેમની જાણ બહાર પાંચ જુદાં જુદાં બેંક ખાતાઓમાં રૂ. ૧.૦૪ કરોડ જમા કરાવી દેવાયા હતા, જ્યારે સહીવાળા ચેકો અને એટીએમ મારફતે રૂ. ૧.૨૭ કરોડ બારોબાર ઉપાડી લેવાયા હતા.
ગત ૩૦ જૂનના રોજ વેપારીએ હિસાબી ચોપડા સામે રાખી ધર્મવીર પાસે રૂ. ૨.૩૧ કરોડની રકમ ક્યાં ગઈ તેનો તાગ મેળવવા ખુલાસો માગ્યો હતો, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તે જ રાત્રે તે પેઢીના બંને મોબાઇલ ફોન ઓફિસમાં મૂકીને નાસી છૂટ્યો હતો અને બીજા દિવસે વહેલી સવારે આવીને તમામ હિસાબી દસ્તાવેજો, બેંક પાસબૂક અને ચેકબૂકો લઈને ફરાર થઈ ગયો હતો. નાણાં કે હિસાબ પરત ન મળતાં અંતે વેપારીએ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી નાસતા ફરતા આરોપીની ધરપકડ માટે કવાયત આદરી છે.
વિશ્વાસુ કર્મચારીને પેઢીનો કારભાર સોંપવો ભારે પડ્યો: ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટર સાથે રૂ. ૨.૩૧ કરોડની ઠગાઈ

ઉત્સવ વૈદ્ય