Sat Mar 14 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ...

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

દર્શન ભાવસાર

પઢે સો પંડિત હોય. તો અનપઢ કોણ?

* પોંગા પંડિત, જે ઢોંગી હોય છે... 

અણઆવડત એટલે?

* શંકાસ્પદ આવડત...

નેતા સાધુ બને તો?

આમેય એ સાધુના વેશમાં વચન-પ્રવચન આપે ને ચૂંટણી પણ યોજે.

શિક્ષક ને ટયૂશન શિક્ષક.... બેમાંથી સારું કોણ?

ભણવું છે કે પરણવું છે?

મેરેજની જેમ ડિવોર્સનું સેલિબ્રેશન થાય?

* થાય નહીં .. વિદેશોમાં (અમુક મુસ્લિમ દેશો સહિત્ ! ) તો થઈ રહ્યું છે...ભ’ઈ , તમે કઈ દુનિયામાં વસો છો?! 

શાંતિ પીન ડ્રોપ હોય તો અશાંતિ?

* અશાંતિ બૉમ્બ બ્લાસ્ટ જેવી હોય ... 

જોરુ કા ગુલામ જો રાજા હોય તો રાણી કેમ નહીં?

* ગુલામ રિસાઈ જાય.

સંબંધ કેવો બંધ છે?

* સ્નેહ-સંવાદ અને સ્વાર્થનો...

મને પ્રેમયોગ ક્યારેય ફળશે?

* તમારા નસીબમાં સારાં સાસુ હશે ત્યારે...

મારી પાસે એક્સ ગર્લફ્રેન્ડના ફોટા છે. શું કરું ?

* Y અને Z ગર્લ ફ્રેન્ડના ફોટાની સાથે એને તાત્કાલિક સળગાવી  દો ...

લગ્ન માટે સાત ફેરા તો લેણદારો સાથે?

* આંટા ફેરા ને ફોગટ ફેરા...

પત્ની રિસાય છે. પણ પિયર જતી નથી. શું કરું ? 

* તમે ખુદ એના પિયર પહોંચી જાવ....

મેઘધનુષ બ્લેક એન્ડ વ્હાઈટ બની જાય તો?

* પ્રેમી-કવિ ચિત્રકારની કલ્પનાને તાળાં લગી જાય...

શ્રદ્ધા ડગી જાય તો?

* અ-શ્રદ્ધા ઘર કરી જાય...