Tue Sep 08 2026

Logo

ઇંધણની અછત: પાકિસ્તાનમાં શાળાઓ બંધ, બાંગ્લાદેશમાં પેટ્રોલ માટે રેશનિંગ, યુએસ અને યુરોપમાં ગભરાટ

2026-03-10 15:28:00
Author: Savan Zalariya
ઇંધણની અછત: પાકિસ્તાનમાં શાળાઓ બંધ, બાંગ્લાદેશમાં પેટ્રોલ માટે રેશનિંગ, યુએસ અને યુરોપમાં ગભરાટ

ઇંધણની અછત: પાકિસ્તાનમાં શાળાઓ બંધ, બાંગ્લાદેશમાં પેટ્રોલ માટે રેશનિંગ, યુએસ અને યુરોપમાં ગભરાટ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે પેટ્રોલિયમ સપ્લાયને માઠી અસર પહોંચી છે, ભારતમના કેટલાક શહેરોમાં LPG ગેસ સહીત અન્ય ઇંધણની અછતના સમાચાર મળી રહ્યા છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ ગંભીર ઇંધણની અછત સર્જાઈ છે.  

સંઘર્ષને કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ 33   કિમી પહોળો મહત્વપૂર્ણ જળમાર્ગ છે,  જે ઈરાન અને ઓમાન/યુએઈ વચ્ચે સ્થિત છે,  હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. 

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પેટ્રોલિયમ ટેન્કર જાહાજોની અવરજવર લગભગ બંધ થઇ ગઈ છે, જેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ઇંધણની ખપત ઘટાડવા દેશની સરકારો વિવિધ પગલા લઇ રહી છે.  

પાકિસ્તાનમાં શાળાઓ બંધ:
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાને કારણે ફુગાવો વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે શાળાઓ અને સરકારી કચેરીઓ 4 દિવસ રાખવાનો નિર્ણય કર્યો છે,  કેટલાક સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરવામાં આવ્યું છે.

બાંગ્લાદેશમાં રેશનીંગ અને વિયેતનામમાં બાયોફ્યુઅલ:
ઇંધણની અછતના અહેવાલને કારણે બાંગ્લાદેશમાં લોકોમાં ગભરાટ ફેલાયો, મોટરસાયકલ માટે દૈનિક 2 લિટર પેટ્રોલની મર્યાદા લાદવામાં આવી છે. શ્રીલંકામાં પેટ્રોલના ભાવમાં 8%નો વધારો થયો છે, શ્રીલંકા પાસે આ મહિના અંત સુધીનો જ સ્ટોક છે.

વિયેતનામમાં લોકોને બાયોફ્યુઅલનો ઉપયોગ વધારવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પર જોર આપવામાં આવી રહ્યું છે. ઇન્ડોનેશિયા પણ બાયોડીઝલ યોજનાને ફરીથી અમલમાં મૂકવાનું વિચારી રહ્યું છે.

યુએસ અને યુરોપમાં ગભરાટ:
યુએસમાંમાં પેટ્રોલના ભાવમાં ગેલન દીઠ 11 સેન્ટ સુધીનો વધરો થયો છે. જર્મનીમાં ઇંધણમાં ભાવ વધી રહ્યા છે, જેની અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે. ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ચિંતા વ્યક્ત કરી છે. ફ્રાન્સ અને પોલેન્ડમાં ફ્યુઅલ સ્ટેશન પર લાંબી કતારો જોવા મળી રહી છે, લોકો બની શકે એટલું ઇંધણ એકઠું કરી રહ્યા છે.