Sun Sep 13 2026

Logo

મમતા બેનર્જી વિરુદ્ધ સમુદાયને ચેતવણી આપવાના કેસમાં એફઆઇઆર દાખલ

2026-06-12 17:27:41
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જી વિરુદ્ધ સમુદાયને ચેતવણી આપવાના કેસમાં એફઆઇઆર દાખલ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં હવે રાજકીય ભાષણ દરમિયાન એક સમુદાયને ચેતવણી આપવા બદલ તેમની વિરુદ્ધ કોલકાતા પોલીસ દ્વારા એફઆઇઆર  નોંધવામાં આવી છે. 

હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

આ સમગ્ર કેસની વિગત મુજબ માર્ચ 2026 માં એક રાજકીય ભાષણ દરમિયાન મમતા બેનર્જીએ ચેતવણી આપી હતી કે જો કોઈ ચોક્કસ સમુદાય એક થાય છે તો તેના અન્ય લોકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. મમતાના જાહેર ભાષણોને ટાંકીને, એક ઉદ્યોગપતિએ હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને કોલકાતા પોલીસે હવે FIR તરીકે નોંધી છે.

સાંસદ અભિષેક બેનર્જી સામે પણ FIR

આ દરમિયાન કોલકાતા પોલીસે અગાઉ મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી સામે પણ FIR નોંધી છે. સીઆઇડી  એ ગુરુવારે અભિષેક બેનર્જીની પૂછપરછ કરી હતી. મમતા બેનર્જીના ભત્રીજા ગુરુવારે બંગાળ સીઆઇડી સમક્ષ નકલી સહીઓના કેસના સંદર્ભમાં હાજર થયા હતા. હાઈકોર્ટના આદેશ બાદ અભિષેક સીઆઇડી સમક્ષ હાજર થયો હતો. સાડા પાંચ કલાક ચાલેલી પૂછપરછ દરમિયાન, સીઆઇડી અધિકારીઓએ તેમની ડાયરી વિશે પણ પૂછપરછ કરી હતી.

4 જૂને ફરી એકવાર અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો 

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીઆઇડીએ અભિષેકને ધારાસભ્યોની સહીઓ ધરાવતી ડાયરી લાવવા કહ્યું હતું. સીઆઇડીએ હવે 14 જૂને ફરી એકવાર અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો છે. સીઆઇડી ઓફિસ છોડ્યા પછી, અભિષેક સીધો મમતાના નિવાસસ્થાને ગયો.