Tue Jul 28 2026

Logo

જાહ્નવી કપૂર અને રામ ચરણની 'પેદ્દી' ફિલ્મના પ્રમોશનમાં ફેન ઘૂસી આવતા સર્જાઈ અફડાતફડી, એક્ટ્રેસ ડરી ગઈ

2026-06-02 18:52:00
Author: Mumbai Samachar Team
Article Image

વિજયવાડાઃ જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર અને રામ ચરણની નવી ફિલ્મ 'પેદ્દી' આગામી ચોથી જૂનના ગુરુવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રમોશન બન્ને સ્ટાર જોરશોરથી કરી રહ્યા છે ત્યારે વિજયવાડામાં એક એવી ઘટના બની જે જોઈને થોડા સમય માટે એક્ટ્રેસ જાહ્નવીના હોંશ ઊડી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિજયવાડામાં યોજાયેલી પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન એક ફેન સિક્યોરિટીનું ધ્યાન ભટકાવીને કલાકાર સુધી પહોંચી ગયો હતો. ઘટનાસ્થળે ઊભી થયેલી અફડાતફડીમાં જાહ્નવી ખૂબ જ ડઘાઈ ગઈ હતી.

ફેન્સ રામચરણને મળવા ધસી આવ્યો

જાહ્નવી થોડા સમયથી પોતાની સાઉથની ફિલ્મ પેદ્દીના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. દેશી સ્પોર્ટ્સ લૂકમાં આ ફિલ્મમાં તે ખૂબ જ અલગ દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે 'RRR' ફિલ્મ સ્ટાર રામચરણ સાથે તે સ્ક્રિન શેર રહી છે. સોમવારે વિજયવાડામાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં જાહ્નવી, રામચરણ અને ડાયરેક્ટર બુચ્ચી બાબુ સના હાજર હતા. આ સમયે સિક્યોરિટીની નજર ચૂકવીને એક ફેન્સ રામચરણ સુધી ધસી આવ્યો હતો, જ્યારે એને રોકવા માટે પ્રયાસ કર્યો ત્યારે તેણે કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. આ અફરાતફરીમાં થોડા સમય માટે જાહ્નવીનો જીવ તાળવે ચોંટ્યો હતો, કારણ કે આ ફેન એની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. 

 

સોશયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ કારણે તે ખૂબ જ ઈનસિક્યોર થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ  થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રામચરણ જેવી હેરસ્ટાઈલ રાખનારો ફેન્સ એમને મળવા માટે પ્રયાસ કરી રહ્યો છે. રામચરણ સુધી તે પહોંચે એ પહેલા જ સિક્યોરિટી એમને પકડીને કાર્યક્રમની બાહર લઈ ગઈ હતી. રામચરણના પર્સનલ બોડીગાર્ડ અને MMA ફાઈટર કેવિન કુંટા પણ તરત એક્શનમાં આવી ગયો હતો અને એક્ટર સુધી તે પહોંચે એ પહેલા જ એને કાબૂમાં કરીને બાહર મૂકી આવવામાં આવ્યો હતો, જ્યારે આ ફેન્સે રામચરણની બાજુ છલાંગ લગાવી એ સમયે તે જાહ્નવીથી ખૂબ નજીક પહોંચી ગયો હતો. અચાનક આવી હલચલ અને સિક્યોરિટીની આટલી ભીડ જોઈને જાહ્નવી થોડા સમય માટે અસહજ થઈ ગઈ હતી. 

બોડીગાર્ડના વખાણ કર્યા લોકોએ

વીડિયોમાં જોઈ શકાય છે કે, તે ડરીને પાછળની તરફ ખસી રહી છે. બીજા એક વીડિયોમાં સામે આવ્યું કે, ઉત્સાહમાં આવેલા ફેનને ફરી રામચરણ સાથે મળવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો. પછી આ ફેન્સે પોતાની પસંદગીના કલાકારને થેંક્યૂ કહ્યું હતું. આ ફેન્સ એના પગે પણ લાગ્યો હતો.સોશિયલ મીડિયા પર રામચરણના બોડીગાર્ડના વખાણ થઈ રહ્યા છે.

બીજી તરફ રામચરણના પણ વખાણ થઈ રહ્યા છે જેણે પોતાના ફેન્સને કોઈ રીતે નિરાશ ન કર્યા. લોકોનું એવું કહેવું છે કે, ભીડવાળી જગ્યાઓ પર આવી સ્થિતિ થાય ત્યારે આવા બોડીગાર્ડ હોય તો સ્થિતિ કંટ્રોલ થઈ જાય છે. પોતાના બોડીગાર્ડની વધી રહેલી સારી છાપ પર રામચરણે પણ દિલ ખોલીને વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, આ તમે લોકોએ એમને એટલો ફેમશ કરી દીધો કે, હવે હું એને બાહર મોકલતો જ નથી.આ વાતથી રામચરણે ફરી પોતાનો મજાકીયો અંદાજ વ્યક્ત કર્યો હતો. 

મોટા બજેટની બીજી ફિલ્મ

ફિલ્મ પેદ્દીની વાત કરવામાં આવે તો આ ફિલ્મનો ખાસ પ્રીમિયર શૉ આયોજિત કરાયો છે. 'RRR' બાદ રામચરણની મોટાબજેટની આ બીજી મોટી ફિલ્મ છે. વીકએન્ડ પર બોક્સઓફિસ પર તે ધમાકેદાર કમાણી કરાવી શકે છે. આ ફિલ્મને લઈને જાહ્નવીએ પણ દમદાર મહેનત કરી છે. ખાસ કરીને સાઉથના અંદાજ, ડાયલોગ્ઝ ડિલિવરી અને એક્શન પર સારી એવી મહેનત કરી હોવાનું જાણવા મળ્યું છે. 

આ બધા વચ્ચે સૌથી વધારે ચર્ચા એના લૂકની થઈ રહી છે. 'પરમસુંદરી' બાદ બીજીવાર તે સાઉથની એક્ટ્રેસના અંદાજમાં જોવા મળી છે, જોકે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આવેલી આ ફિલ્મમાં પણ તેણે સાઉથની લેડીનું પાત્ર પ્લે કર્યું હતું. આ ફિલ્મ ઠીકઠાક ચાલી પણ ગીત સુપરહીટ રહ્યા હતા.