કેલિફોર્નિયાઃ દિગ્ગજ આઈટી કંપનીઓએ કરોડો રૂપિયાનું આંધણ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) માં કર્યું છે. ઓટોમેશન અને મશિન લર્નિગની દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની માલિકી કંપની મેટાએ ઈન્સ્ટાગ્રામની પેઈડ એપ શરૂ કર્યા બાદ એઆઈ ક્ષેત્રે મોટું સાહસ કર્યું છે. મેટામાં એઆઈ માટેની અલગથી સ્પેસ અને એઆઈ ટુલ્સ આપ્યા બાદ હવે ફેસબુકમાં જ એઆઈ ફીચર લૉંચ કરી દીધું છે. આનાથી પોસ્ટ, રીલ્સ અને ગ્રૂપમાં ડાયરેક્ટ સર્ચ કરી શકાશે, જોકે ફેસબુક સર્ચનું ઓપ્શન એઆઈ થયા બાદ કંપનીનું આ ત્રીજું મોટું સાહસ છે.
એઆઈ આવતા ફેસબુકમાં બદલશે શું ?
સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર એઆઈ ફીચર આવતા અનેક એવા ફીચર્સ બદલી રહ્યા છે. કંપનીએ આ વિષયને લઈને દાવો કર્યો હતો કે, એઆઈ આવતા યુઝર્સને અનેક પ્રકારની સુવિધાઓ મળવાની છે. ખાસ કરીને સર્ચ એક્સપિરીયન્સ બદલવાનો છે. કોન્ટેટ, પ્લેટફોર્મ પર વિવિધતા, ઈન્ટરએક્શન અને સર્ચ કરવાના વિકલ્પોમાં વધારો થવાનો છે. સ્માર્ટ એપ્સ પર સ્માર્ટ ફીચરથી અનેક પ્રકારની સરળતા ઊભી થશે. ફેસબુક સાથે AI મોડ જોડાઈ ગયો છે. જે જુનવાણી સર્ચ સિસ્ટમને પાયાથી બદલી દેશે. યુઝર્સ હવે માત્ર કીવર્ડ ટાઈપ કરવાના બદલે ડાયરેક્ટ સવાલ કરી શકશે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈપણ પ્લેટફોર્મ પર સર્ચ કરવામાં આવે છે ત્યારે કિવર્ડ પ્રાથમિકતા રહે છે. એઆઈ સર્ચ ફીચરમાં ડાયરેક્ટ સવાલથી સર્ચ કરવાની શૈલી બદલી શકાશે.

રિઝલ્ટમાં કઈ મોટી રાહત થશે?
કોન્ટેટ વિશ્લેષણ, ગ્રૂપ્સના સવાલજવાબ, સર્ચ ઑપ્શન, કોન્ટેટ સર્ચ, વીડિયો સર્ચ તમામ પ્રકારના સર્ચ પર આ મોડ એક્ટિવ થતા સરળતાથી ફેસબુકના વિશાળ દરિયામાંથી માહિતી મળી રહેશે. આનાથી ફાયદો એ થશે કે, લાંબા-લાંબા સર્ચ રિઝલ્ટને ફીલ્ટર કરવામાંથી મુક્તિ મળી રહેશે. લાંબા લાંબા ફેજ ફેંદવાની જરૂર નહીં પડે. ટૂંકમાં જ જવાબ મળશે અને ઓડિયો-વિડિયો કોન્ટેટ મળી રહેતા લોકોને મોટી રાહત થશે. કંપનીએ કહ્યું હતું કે, મેટાનું આ નવું ફીચર કમ્યુનિટીમાં ચાલી રહેલી ચર્ચા પર ફોકસ કરશે. જે માહિતી જાહેર કરેલી છે અને કોઈએ ફેસબુક પર પબ્લિશ કરી છે એને એક જ જગ્યા પર જોવાનો મોકો હવે મળી રહેશે. કંપનીનું એવું કહેવું છે કે, આનાથી લોકોને વધુ શ્રેષ્ઠ અનુભવ મળી રહેશે અને ઝડપથી રિઝલ્ટ પણ મળી રહેશે. આ ફીચર સાથે કંપનીએ એઆઈ આસિસ્ટ પણ લૉંચ કર્યું છે. આ ટુલ્સ પોસ્ટ કરવાનો સાચો સમય, સજેસ્ટ, ઓડિયન્સ રીસપોન્સ, કોન્ટેટ પર્ફોમન્સ અને અન્ય વિગત એકઠી કરી આપશે.

સમજવા જેવા છે પ્રિસેટ
એઆઈ આધારિત કેટલાક પ્રિસેટ પણ કંપનીએ લૉંચ કરી દીધા છે, જેની મદદથી યુઝર્સ પોતાનો એક ડિજિટલ અવતાર બનાવી શકે છે. આ ઉપરાંત પોતાના ફોટોને હાઈરિઝોલ્યુશન ફોટો તરીકે સેટ કરી શકે છે. આમાં ઘણી સ્ટાઈલ પ્રિસેટ તરીકે આપવામાં આવી છે. આ ફીચરની મદદથી કપડાં, હેરસ્ટાઈલ, લૂક્સ અને લાઈટિંગ સુધીના ચેન્જીસ કરી શકાય છે. આ સુવિધા ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ સમયાંતરે પોતાની પ્રોફાઈલને અપડેટ કરે છે અને અલગ દેખાવવાનું પસંદ કરે છે. યુથને આ ફીચર વધારે આકર્ષશે એ વાત નક્કી છે. આ સિવાય કોન્ટેટ બનાવતા લોકો માટે પણ એઆઈ મોડ તૈયાર કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝડ છે.આ ટુલ્સની મદદથી વિડિયો એડિટ પણ કરી શકાશે.ઈફેક્ટ અને ટ્રાંઝેક્શન આપી શકાશે.કોલાર્જ અને કટઆઉટ પણ સેટ કરી શકાશે. આ ટુલ્સની મદદથી ક્રિએટર્સ પોતાના વિડિયોને વધારે સરળતાથી એડિટ કરી શકશે અને વધુ આકર્ષક બનાવી પણ શકશે. આનાથી એક પ્રોફેશનલ લૂક ક્રિએટ થઈ જશે.
મેટાનું પોતાનું એઆઈ ટુલ્સ
થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામનું પેઈડ વર્ઝન માર્કેટમાં આવ્યું હતું. જેમાં લાંબા સમય સુધી પ્રોફાઈલ સ્ટોરીનો લાભ લઈ શકાય છે,જોકે આનાથી જુના કોઈ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ કોઈ પ્રકારની અસર જોવા મળતી નથી. આ પહેલા મેટાએ પોતાનું અલગથી એઆઈ વર્ઝન શરૂ કર્યું હતું. જેને મનુસ એઆઈ નામ આપવામાં આવ્યું હતું. જેમાં લોકો હવે સરળતાથી ઈન્ફોગ્રાફિક્સ, ફોટો, કોન્ટેટ સ્ટ્રેટજી અને ઓટોમેશન માટે ઉપયોગ કરતા થયા છે. આનાથી ફાયદો એ થયો કે, એઆઈની માહિતી સાથે હકીકતનો રો ડેટા સરખાવવો સરળ બની રહ્યો છે. આ આખું પ્રોમ્પ્ટ આધારિત ટુલ્સ છે. જે સરળ ભાષામાં અને પ્રાદેશિક ભાષામાં પણ કામ કરી રહ્યું છે.