મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાનના પિતા અને જાણીતા લેખક સલીમ ખાનની તબિયત લથડતાં મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં 90મો બર્થ ડે સેલિબ્રિટે કરનારા સલીમ ખાન આઈસીયુમાં હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. જાવેદ અખ્તર સાથે જોડી જમાવી સુપરહીટ ફિલ્મો લખનારા સલીમ બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના પિતા છે. અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવવામાં સલીમ ખાને લખેલી અનેક ફિલ્મોની સ્ક્રીપ્ટનો સિંહ ફાળો છે.

દીવારઃ 1975માં આવેલી આ એક એક્શન ક્રાઈમ ફિલ્મ હતી. જેને સલીમ-જાવેદે લખી હતી અને યશ ચોપડાએ નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મની સ્ટોરી બે ભાઈઓના સંઘર્ષની આસપાસ ફરે છે. બંને ભાઈઓ અલગ અલગ રસ્તા પસંદ કરે છે. જેમાં એક તસ્કર બને છે અને બીજો પોલીસવાળો. આ ફિલ્મ અમિતાભને એંગ્રી યંગ મેનના રૂપમાં સ્થાપિત કરનારી સૌથી સફળ ફિલ્મ પૈકીની એક માનવામાં આવે છે.

શોલેઃ આ એક બ્લોકબસ્ટર હિન્દી એક્શન ફિલ્મ છે. તેની સ્ટોરી પણ જાણીતા લેખક સલીમ-જાવેદે લખી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની અને અમજદ ખાને અભિનય કર્યો હતો. 1975માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. તેમજ જય-વીરુની જોડી લોકોને પસંદ આવી હતી.

ત્રિશૂલઃ 1978માં આવેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મની કહાની સલમી-જાવેદની જોડીએ લખી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, શશિ કપૂર, હેમા માલિની અને રાખી જેવા દિગ્ગજ કલાકાર હતો.

જંજીરઃ 1973ની આ શાનદાર એકશન અને ક્રાઈમ ફિલ્મ છે. તેને અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના કરિયરની ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મની કહાની પણ જાણીતી લેખક જોડી સલીમ-જાવેદે લખી હતી. આ ફિલ્મ તેના દમદાર ડાયલોગ, એકશન અને એક કડક પોલિસ અધિકારીની સ્ટોરીના કારણે જાણીતી છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ભ્રષ્ટાચાર સામે લડતા જોવા મળે છે.

કાલા પથ્થરઃ કાલા પથ્થર 1979માં આવેલી એક્શન થ્રિલર ફિલ્મ છે. જેને યશ ચોપડાએ નિર્દેશિત કરી હતી. તેની સ્ટોરી સલીમ-જાવેદની જોડીએ લખી હતી. જેમાં અમિતાભ બચ્ચન, શશિ કપૂર, શત્રુધ્ન સિંહા અને રાખી જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો હતો.