Sat Aug 29 2026

Logo

'સિરિયલ કિસર'ની ઈમેજથી કંટાળ્યો હતો ઇમરાન હાશ્મી, વિલન બનીને કેવી રીતે બદલી પોતાની ઓળખ?

2026-08-07 14:58:00
Author: Mumbai Samachar Team
'સિરિયલ કિસર'ની ઈમેજથી કંટાળ્યો હતો ઇમરાન હાશ્મી, વિલન બનીને કેવી રીતે બદલી પોતાની ઓળખ?

મુંબઈ: બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા બે દસકાથી વધારે સમય પૂર્ણ કરી ચુક્યો છે. પોતાની કારકિર્દીમાં તેણે શાનદાર ફિલ્મો આપી છે. બોલીવુડ સિવાય સાઉથ સિનેમા અને ઓટીટી પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે. તેની કરિયરની શરૂઆતમાં ઘણા વર્ષો સુધી તેની ઇમેજ 'સિરિયલ કિસર'ની રહી હતી. જોકે બાદમાં તે આ ઇમેજને તોડવામાં પણ સફળો રહ્યો અને વિલન બનીને દર્શકોનું દિલ પણ જીતી લીધું હતું.

 

'ફૂટપાથ' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું
ઇમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચ 1979માં મુંબઈમાં થયો હતો. આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને મોહિત સુરી જેવા સેલેબ્સ તેના કઝિન છે. ઇમરાન વર્ષ 2001માં ફિલ્મ 'એ જિંદગી કા સફર' થી ડેબ્યુ કરવાના હતા, પરંતુ બાદમા, તેમને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2003માં ફિલ્મ 'ફૂટપાથ'થી શરૂઆત કરી હતી. આ ક્રાઇમ એક્શન ફિલ્મનું ડાયરેક્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું.

 

'મર્ડર' ફિલ્મથી સિરિયલ કિસરનું નામ મળ્યું 
વર્ષ 2004માં 'મર્ડર' ફિલ્મથી તેને ખૂબ નામના મેળવી હતી. આ ફિલ્મ સફળ રહી હતી. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે જબરદસ્ત ઇન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યા હતા અને તેમની કેમેસ્ટ્રી પણ ખાસ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ બાદ તેને સિરિયલ કિસરનું ટેગ મળ્યું હતું.

 

'જન્નત' ફિલ્મે સ્ટાર બનાવ્યો 
'મર્ડર' ફિલ્મ બાદ ચાહકોનું ધ્યાન 'આશિક બનાયા આપને', 'ગેંગસ્ટર', 'આવારાપન' અને 'ઝહર' જેવી ફિલ્મોએ ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે એ અરસામાં આવેલી ફિલ્મ 'જન્નત' દ્વારા તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો. આ ફિલ્મ વર્ષ 2008 ની સુપરહિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પ્રેમ આપવામાં આવ્યો હતો. 

'સિરિયલ કિસર' ઇમેજથી થયા ચિંતાગ્રસ્ત 
શરૂઆતમાં સફળતાની ખુશીમાં ઈમરાનને 'સિરિયલ કિસર'ની ટેગ મળી હતી. જોકે, સમય જતા તે આ ટેગથી હેરાન થવા લાગ્યા હતા કેમ કે ચાહકોના મનમાં તેમની આ ઇમેજ જ વસી ગઈ હતી. ચાહકો પણ તેમને બીજા અંદાજમાં જોવા માંગતા નહોતા.
 
વર્ષ 2025માં પોતાની ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો'ના પ્રમોશન દરમિયાન એક પોડકાસ્ટમાં ઇમરાને પોતાના ટેગ વિશે કહ્યું હતું કે 'હું ઈચ્છતો હતો કે લોકો મને ગંભીરતાથી લે. એક સમયે હું થોડો અસ્વસ્થ રહેતો હતો. આ ટેગનો ઉપયોગ માર્કેટિંગ માટે અને ફિલ્મોમાં કારણ વગર એડ કરવા માટે પણ થયો હતો.' 

વિલન બનીને તોડી 'સિરિયલ કિસર'ની ઇમેજ  
ચાહકો દ્વારા ઈમરાનને વિલનના રોલમાં સ્વીકારવામાં આવ્યો હતો. સલમાન ખાન અને કેટરિના કૈફની વર્ષ 2023ની ફિલ્મ 'ટાઇગર 3'માં તેને આતિશ રહેમાન નામના વિલનની ભૂમિકા કરી હતી. આ કિરદારથી તેણે સાબિત કર્યું હતું કે તે મલ્ટિ ટેલેન્ટેડ એક્ટર છે.

 

સાઉથમાં પણ વિલન બની કમાલ કરી 
ઇમરાન હાશ્મીએ હિન્દી સાથે સાઉથ ફિલ્મમાં પણ પોતાનો જલવો બતાવ્યો હતો. પોતાની ડેબ્યુ પવન કલ્યાણની ફિલ્મ 'ધે કોલ હિમ ઓજી'થી કર્યું હતું. આ એક્શન રોમાન્ટિક ફિલ્મ 2025માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઇમરાને ગેન્ગસ્ટર ઓમી ભાઉનો રોલ કર્યો હતો. 

બોલીવુડથી સાઉથ સુધી મોટા પડદે છવાઈ ગયેલા ઇમરાન હાશ્મી ઓટીટી પર પણ કામ કરી ચુક્યા છે. તેમને ઓટીટી પર 2019માં 'બોર્ડ ઓફ બ્લડ' થી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2024 માં 'શો ટાઈમ' અને 'તસ્કરી' 2026 ના લીધે પણ ચર્ચામાં રહ્યા હતા. 2025માં કોર્ટ રૂમ ડ્રામા 'હક' પણ ઓટીટી પર રિલીઝ થઈ હતી.   

'આવારાપન 2'માં જોવા મળશે
ઇમરાન હવે આગામી ફિલ્મ 'આવારાપન 2'માં દેખાશે. 'આવારાપન' ફિલ્મ 2007માં આવી હતી અને કલ્ટ ફિલ્મ સાબિત થઈ હતી. હવે તેની સિક્વલ 14 ઓગસ્ટ રિલીઝ થશે. ફિલ્મમાં તે જૂના અભિનય 'શિવમ પંડિત'માં જ જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પટણી અને શબાના આઝમી પણ જોવા મળશે.