Sun Aug 23 2026

Logo

શૉ મસ્ટ ગો ઑન: ભીષણ યુદ્ધ વચ્ચે દુબઈમાં ઘોડાની રેસનો `વર્લ્ડ કપ' યોજાયો!

Dubai   2026-03-28 19:55:25
Author: Ajay Motiwala
Article Image

2026 Dubai World Cup horses racing


દુબઈઃ મધ્ય-પૂર્વમાં એક તરફ અમેરિકા-ઇઝરાયલનું ઇરાન સાથે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ વૉર વધુ ઉગ્ર બનવાની સંભાવના છે ત્યારે બીજી બાજુ દુબઈમાં `શૉ મસ્ટ ગો ઑન'ના દૃઢ ઇરાદા સાથે શનિવાર, 28મી માર્ચે ઘોડાની રેસનો `દુબઈ વર્લ્ડ કપ-2026' યોજાયો જેની મેદાન રેસકોર્સમાં કાહાયલા ક્લાસિક નામની પ્રથમ અશ્વ રેસમાં ઓમાનના ફલાહનો વિજય થયો હતો. ઓમાનના જૉકી અલ મોતાસેમ અલ બાલુશી સામે યુએઇના ચૅમ્પિયન સિલ્વેસ્ત્ર ડિ સૉસાનો પરાજય થયો હતો.

દર વર્ષે માર્ચ મહિનાના અંતિમ શનિવારે યોજાતી વિશ્વની આ સૌથી વધુ 12 મિલિયન ડૉલરના ઇનામવાળી આ વર્લ્ડ કપ રેસની આ 30મી સીઝન છે. 

આયોજકોએ નક્કી કર્યું હતું કે મધ્ય-પૂર્વ, પશ્ચિમ એશિયા અને અખાતના પ્રદેશો યુદ્ધના ભરડામાં આવી ગયા છે એમ છતાં અશ્વ દોડની જગ પ્રસિદ્ધ `દુબઈ વર્લ્ડ કપ-2026' તો ગમે એમ કરીને યોજાશે જ.

2026 Dubai World Cup horses racing 

ખાસ કરીને દુબઈના તેમ જ યુએઇના લગભગ તમામ શેખ તેમ જ અન્ય મહાનુભાવો આ રેસ વખતે ઉપસ્થિત હતા. એટલું જ નહીં, યુદ્ધના માહોલમાં પણ દર વર્ષની માફક ફૅશન શૉ યોજાયો હતો.

2026 Dubai World Cup horses racing