Thu Sep 03 2026

Logo

ટ્રમ્પ ઈમ્પોર્ટ ડ્યુટી લાદીને રહેશે! ભારત અને ચીન સહિત 16 દેશો સામે તપાસ શરુ

Washington DC   2026-03-12 10:10:00
Author: Savan Zalariya
ટ્રમ્પ ઈમ્પોર્ટ ડ્યુટી લાદીને રહેશે! ભારત અને ચીન સહિત 16 દેશો સામે તપાસ શરુ

વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રિમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા અન્ય દેશો પર લગાવવામાં આવેલ ટેરીફ ગેરકાયદે ગણાવી રદ કર્યો હતો, હવે ટ્રમ્પ ટેરીફ લગાવવા માટે અન્ય રસ્તા શોધી રહ્યા છે. એવામાં જાહેરાત કરવામાં આવી છે કે ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસના 16 મુખ્ય વેપાર ભાગીદારો સામે "અન્યાયી વેપાર પ્રથા"(Unfair trade practice)ની તપાસ શરૂ કરી છે, જેમાં ભારત, ચીન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. 

ટ્રમ્પ વહીવટીતંત્રએ કરેલી જાહેરાત મુજબ 1974 ના ટ્રેડ એક્ટની "કલમ 301" હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કલમ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને અન્યાયી વેપાર પ્રથાઓનો ઉપયોગ કરતા યુએસના વેપાર ભાગીદારો પર ટેરિફ લાદવા અથવા અન્ય પગલાં લેવાની સત્તા આપે છે. આ તાપસ બાદ યુએસ કેટલાક દેશો પર ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરી શકે છે.

આ દેશો પર નજર:
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર દ્વારા એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચીન, મેક્સિકો, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, ઇન્ડોનેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, કંબોડિયા, વિયેતનામ અને બાંગ્લાદેશની તપાસ કરવામાં આવશે.

ટ્રમ્પને શું વાંધો પડ્યો?
જેમીસન ગ્રીરે કહ્યું, "અમારું માનવું છે કે અમારા કેટલાક મુખ્ય વેપાર ભાગીદારોએ એવી ઉત્પાદન ક્ષમતા વિકસાવી છે, જે ડોમેસ્ટિક એન ગ્લોબલ માર્કેટ ઇન્સેન્ટીવથી વિપરીત છે. હવે યુએસ અન્ય દેશો માટે પોતાના ઇન્ડસ્ટ્રીઅલ બેઝને નુકશાન નહીં પહોંચાડે, આ દેશો તેમની વધુ ક્ષમતા અને ઉત્પાદન સાથે અમને તેમની સમસ્યાઓ પણ નિકાસ કરી રહ્યા હોઈ શકે છે. યુ.એસના ઘણા વેપાર ભાગીદારો તેના વપરાશ કરતાં વધુ માલનું ઉત્પાદન કરી રહ્યા છે, આ વધારાનું ઉત્પાદન યુએસને વેચી રહ્યા છે. સપ્લાય ચેઇન્સને ફરીથી સ્થાપિત કરવા અને યુએસના ઉત્પાદન ક્ષેત્રોમાં સ્થાનિક કામદારો માટે સારા પગારવાળી નોકરીઓની તક ઉભી કરવામાં આ પગલા ભરવામાં આવી રહ્યા છે." 

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઈડેનના વહીવટીતંત્ર દ્વારા ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી સોલાર પેનલની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, હવે અન્ય દેશો પર પણ આવી કાર્યવાહી કરવામાં આવી શકે છે.  ગ્રીરે કહ્યું કે ફોર્સ્ડ લેબરથી ઉત્પાદન કરતા દેશો પર પ્રતિબંધ લાદવામાં આવશે. .