Sat Sep 05 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર સરળતાથી શરૂ

Washington DC   2026-06-15 21:57:20
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર સરળતાથી શરૂ

વોશિંગ્ટન: મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની  જાહેરાત કરી છે. જ્યારે ઇરાને પણ આ બાબત સ્વીકારી છે. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર સરળતાથી શરૂ થઈ ગઈ છે.

ક્રૂડ ઓઇલ ભરેલા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળવાનું શરૂ

ડોનાલ્ડ ટ્રમ્પે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું, ઘણા ક્રૂડ ઓઇલ ભરેલા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. તેઓ દક્ષિણ હાઇવે દ્વારા આગળ વધી રહ્યા છે. જે સંપૂર્ણપણે સલામત અને ખુલ્લો  છે. જ્યારે  અન્ય માર્ગો પણ ઉપલબ્ધ છે.

હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા સહમત 

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો  આખરે અંત આવ્યો છે. આ 0  બંને દેશોએ  વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને લશ્કરી કામગીરી બંધ કરવા માટે એક કરાર પર પહોંચ્યા છે. આ કરાર પર ઔપચારિક હસ્તાક્ષર આ આવતા શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં થવાના છે. જોકે કરારની વિગતવાર શરતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પછીના તબક્કે ચર્ચા થવાની શક્યતા છે.