Sun Sep 06 2026

Logo

ટ્રમ્પે ફરી પોતાને ‘શાંતિ દૂત’ ગણાવ્યા; ઇઝરાયલ-લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત

Wasington D.C.   2026-04-17 11:52:00
Author: Savan Zalariya
ટ્રમ્પે ફરી પોતાને ‘શાંતિ દૂત’ ગણાવ્યા; ઇઝરાયલ-લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર પોતાને ‘શાંતિ દૂત’ ગણાવ્યા છે. ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે, આ સાથે તેમને દાવો કર્યો છે કે ગત વર્ષે યુએસ રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ તેમણે આ 10મું યુદ્ધ અટકાવ્યું છે. 

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સારી વાતચીત થઈ છે,  સાંજે 5 વાગ્યે EST અથવા IST સવારે 3:30 વાગ્યે યુદ્ધવિરામ શરૂ થશે.

તેમના પોતાના સોશિયલ મડીયા પ્લેટફોર્મ ટ્રુથ પર ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, "મેં હમણાં જ લેબનોનના અત્યંત આદરણીય રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલના વડા પ્રધાન બીબી નેતન્યાહૂ સાથે વાતચીત કરી. બંને નેતાઓ શાંતિ માટે સંમત થયા છે, તેઓ સાંજે 5 વાગ્યે EST એ 10 દિવસનો સીઝફાયર શરૂ કરશે."

ટ્રમ્પે વધુમાં કહ્યું, "વિશ્વભરમાં 9 યુદ્ધો ઉકેલવાનું મારા માટે સન્માનની વાત રહી છે, અને આ મારું 10મું યુદ્ધ હશે!"

સ્થાયી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ:
ટ્રમ્પે કહ્યું કે 34 વર્ષમાં પહેલી વાર ઇઝરાયલ અને લેબનોનના પ્રતિનિધિઓ વોશિંગ્ટન ડીસીમાં મળ્યા. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન કેઈનને બંને દેશો વચ્ચે સ્થાયી શાંતિ સ્થાપવા માટે પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે.

ઇઝરાયલ અને લેબોનના ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ જૂથ વચ્ચે એક મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. મંગળવારે વોશિંગ્ટનમાં લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વાટાઘાટો યોજાયા હતાં, દાયકાઓમાં પ્રથમ વાર બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો યોજાયા હતાં.