Wed Sep 23 2026

Logo

મુસ્લિમ છો તો હે રામ નહીં બોલી શકો'?, વિવાદ વકર્યા પછી પીએમને મોરચો સંભાળવો પડ્યો હતો, કઈ ફિલ્મ હતી?

2026-09-10 17:59:33
Author: Mumbai Samachar Team
મુસ્લિમ છો તો હે રામ નહીં બોલી શકો'?, વિવાદ વકર્યા પછી પીએમને મોરચો સંભાળવો પડ્યો હતો, કઈ ફિલ્મ હતી?

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેન્સર બોર્ડ સાથે હંમેશાં સારા-નરસા સંબંધો રહ્યા છે. ફિર્મમેકર્સને બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા કટ અને સર્ટિફિકેટને લઈને અવારનવાર વિવાદમાં પણ રહે છે. ફિલ્મ નિર્માતા તિગ્માંશુ ધુલિયાએ તાજેતરમાં એક રસપ્રદ કિસ્સો શેર કરીને ચર્ચામાં આવી ગયા છે. તિગ્માંશુ ધુલિયાએ યાદ કર્યું હતું કે આઝાદી વખતે ફિલ્મમેકર્સ જાણી જોઈને રાજકીય મેસેજને બારિકાઈપૂર્વક રજૂ કરીને બ્રિટિશ અધિકારીઓની નજરથી બચવાનો પણ પ્રયાસ કરતા હતા. સેન્સર બોર્ડ અને દિલીપ કુમારની ફિલ્મને લઈને જોરદાર વિવાદ થયો હતો. 

એક ઈવેન્ટમાં તિગ્માંશુ ધુલિયાએ સેન્સર બોર્ડ અને દિલીપ કુમારની ફિલ્મ ગંગા જમુનાને લઈ વિવાદ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે સેન્સર બોર્ડે એક ફિલ્મ પર સવાલ કર્યો હતો અને સીનમાં મરતી વખતે દિલીપ કુમારમાં રહેલો ગંગા હે રામ બોલે છે. એના પર સેન્સર બોર્ડે કાતર ચલાવી દીધી હતી, જ્યારે એના અંગે કારણ પણ ચોંકાવનારું આપ્યું હતું.

તિગ્માંશુ ધુલિયાએ કહ્યું હતું કે સેન્સર બોર્ડે કહ્યું હતું કે તમે હે રામ કઈ રીતે બોલી શકો. તમે તો મુસ્લિમ છો. ફિલ્મના નિર્માતાએ પણ કહ્યું કે દિલીપ કુમાર ગંગાનો અભિનય કરે છે તો તેના માટે સારી વાત છે. તેને એવો પણ તર્ક લગાવ્યો હતો કે ફિલ્મમાં ગંગાનો અભિનય કરવામાં આવી રહ્યો છે તો હે રામ બોલી શકે છે, પરંતુ સેન્સર બોર્ડ સહમત થયું નહોતું.

ધુલિયાએ બતાવ્યું કે આ વિવાદ એટલો વધી ગયો હતો કે એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સુધી પહોંચ્યો હતો. નિર્માતાના દાવા અનુસાર નહેરુએ ફિલ્મ જોઈ અને ફિલ્મના ડાયલોગ અંગે કોઈ સમસ્યા લાગી નહોતી. તિગ્માંશુએ કહ્યું એના પછી પણ એક સમસ્યા ઊભી થઈ હતી.

તેમણે જણાવ્યું કે જો અન્ય ફિલ્મોને સેન્સર બોર્ડે રાખી હોય અને દિલીપ કુમારની ફિલ્મ એના કારણે પાસ થઈ, કારણ કે પીએમ જાણે છે, તેથી એ ખોટો મેસેજ જાય છે, ત્યાર પછી બાકી બથી અટકેલી ફિલ્મોને લીલી ઝંડી આપી હતી. એક નાનકડા ડાયલોગે સેન્સર બોર્ડથી લઈને પીએમઓ સુધી ખળભળાટ મચી ગયો હતો.

એવા જ અન્ય કિસ્સાની વાત કહી હતી. 1943માં અશોક કુમારની 'કિસ્મત' ફિલ્મ 'દેશભક્તિ' ગીત લોકપ્રિય બન્યું હતું. ફિલ્મનું જાણીતું ગીત 'દૂર હટો દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ' જાપાનીઓ વિરોધી લાગ્યું હતું, કારણ કે જાપાને બર્માવતીથી હુમલો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં નિશાન તો અંગ્રેજો હતા. ધુલિયાના દાવા અનુસાર એ જમાનામાં ફિલ્મો મારફત રાજનીતિ અને આઝાદીનો સંદેશ આપતા હતા.