Thu Sep 03 2026

Logo

ધુરંધર-2: કોણ છે 'પિંડા'નું પાત્ર ભજવનાર કલાકાર? જાણો રસપ્રદ વાતો...

2026-03-22 20:12:06
Author: Mumbai Samachar Team
ધુરંધર-2: કોણ છે 'પિંડા'નું પાત્ર ભજવનાર કલાકાર? જાણો રસપ્રદ વાતો...

મુંબઈઃ દરેક સોશિયલ મીડિયામાં અત્યારે ફિલ્મ 'ધુરંધર-2'ની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કોઈ સીનના વખાણ કરી રહ્યું છે તો કોઈ એના પાત્રોના ઓરિજિનલ ફોટો સાથે ફિલ્મના કલાકારોની તસવીર મૂકીને હકીકત શેર કરી રહ્યું છે. તો કોઈ એના ડાયલોગ્સ પોસ્ટ કરીને ફિલ્મના વખાણ કરે છે. 

મુખ્ય કલાકારો સિવાય પણ ઘણાય એવા કલાકારો છે જેનાથી ફિલ્મને એક વેગ મળે છે. કો-એક્ટરની ભૂમિકામાં પછી રિઝવાનની વાત હોય કે આલમભાઈ. દરેક કલાકારોની દમદાર એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. આવા એક કલાકાર છે હમજાનો બાળપણનો મિત્ર. 

કોણ છે પિંડા?
ફિલ્મની શરૂઆતમાં જસકિરતસિંહના મિત્ર તરીકે જે સરદાર છે એનો રોલ આગળ જતા એક ડ્રગ ડીલરનો બને છે. ગુરબાજસિંહ ઉર્ફે પિંડાના પાત્રની પણ પ્રશંસા થઈ રહી છે. થોડા સમય માટે આવીને મસ્ત ડાયલોગ્સ બોલીને પિંડાએ સૌને ખુશ કરી દીધા છે. હકીકતમાં એનું નામ ઉદયવીર સંધુ છે, જે મૂળ પંજાબી કલાકાર છે. એના મુખેથી સાંભળવા મળતી પંજાબી ભાષા મીઠી લાગે છે. 
ફિલ્મમાં ઈન્ટરવલ પડે છે એના થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાં એમની મુલાકાત હમઝા સાથે થાય છે, જે હકીકમાં એક ડ્રગ્સ તસ્કરી માટેનો મોટો સોદો હોય છે. એ સમયે એના ડાયલોગ, તુજે ઘર કી યાદ નહીં આઈ? જે સાંભળીને હમઝા ચોંકી જાય છે. શરૂઆતમાં હમઝાને ઓળખવાનો તે ઈન્કાર કરે છે. હમઝાને ઓળખી લીધા બાદ પિંડા બેક ટુ બેક સવાલ કરે છે અને વાતચીત કરે છે. 

બાથરૂમ સીનમાં મારપીટ
બાથરૂમમાં થયેલી ફાઈટના કેટલાક સીનમાં હમઝા દમદાર માર ખાય છે અને પિંડા એને માર મારી રહ્યો છે. પિંડા હમઝાને ઓળખી લે છે કે, તે ભારતીય જાસુસ છે અને પાકિસ્તાનમાં રહીને કામ કરે છે. આટલા કામ માટે કલાકારના સોશિયલ મીડિયા પર જોરશોરથી વખાણ થઈ રહ્યા છે. ઉદયવીર સંધુ નેશનલ લેવલના હોકી પ્લેયર છે. વર્ષ 2018માં ફિલ્મ 'ગોલ્ડ'માં પણ તેમણે સારૂ એવું કામ કર્યું છે. 

આ ફિલ્મમાં તેમણે દેવાંગ ચતુર્વેદીનો રોલ પ્લે કર્યો હતો. એ પછી ઈમ્તિયાઝ અલીની નેટફ્લિક્સ ફિલ્મ 'અમરસિંહ ચમકીલા'માં જોવા મળ્યા હતા.પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ તે કામ કરી ચૂક્યા છે, 'ઈકકુડી' ફિલ્મમાં પણ જોવા મળ્યા છે.