હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો તૂફાન વાીરલ થઈ રહ્યો છે જેમાં એક ઓનલાઈન ડિલીવરી કરતાં ડિલીવરી બોયને બોલીવૂડના કિંગખાન એટલે કે શાહ રૂખ ખાનનો ઓર્રડ ડિલીવરી કરવાનો મોકો મળે છે અને પછી જે થાય છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. ચાલો આજે તમને આ વિશે આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...
બોલીવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'ની બહાર દરરોજ હજારો ફેન્સ તેની એક ઝલક જોવા માટે ઉમટી પડતા હોય છે, પરંતુ તાજેતરમાં એક ડિલિવરી બોય સાથે જે ઘટના ઘટી તેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અહેવાલ અનુસાર, મન્નતના દરવાજે એક અનોખો ટ્વિસ્ટ જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ફૂડ ડિલિવરી બોય શાહરૂખ ખાનના નિવાસસ્થાન 'મન્નત'ના ગેટ પર પહોંચે છે. તે સિક્યુરિટી ગાર્ડને કહે છે કે તેની પાસે કિંગ ખાનના નામનો ઓર્ડર છે અને તેણે તે ડિલિવરી કરવાનો છે.
જ્યારે ડિલિવરી બોયે ઓર્ડર વિશે વાત કરી, ત્યારે સિક્યુરિટી ગાર્ડ્સે તેને અટકાવ્યો અને સમજાવ્યું કે આ શાહરૂખ ખાનનો ઓર્ડર નથી. વાસ્તવમાં, આ કોઈ ચાહકની કરામત હતી. કોઈ ફેને શાહરૂખ ખાનના નામે ઓર્ડર બુક કર્યો હતો અને સરનામામાં 'મન્નત' લખ્યું હતું. આટલું વાંચીને તો ડિલીવરી બોય ખુશીના માર્યો ફૂલો નથી સમાતો કારણ કે તેને
દરમિયાન જ્યારે ડિલીવરી બોય મન્નત નજીક પહોંચે છે ત્યારે એક વ્યક્તિ તેને રોકે છે અને કહે છે કે આ ઓર્ડર તેનો છે. પહેલાં તો ડિલીવરી બોય આ વાત માનવા તૈયાર નથી થતો અને આ ઓર્ડર શાહરૂખ ખાનનો હોવાનું જણાવે છે. પરંતુ બાદમાં આખરે જ્યારે એ વ્યક્તિ ઓર્ડર વગેરે અને જરૂરી પુરાવા દેખાડે છે ત્યારે બિચારા ડિલીવરી બોયનું મન્નત જવાનું અને શાહરૂખ ખાનને ઓર્ડર ડિલીવર કરવાનું સપનું તૂટી જાય છે.
હવે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે મન્નતની સુરક્ષા અત્યંત કડક હોય છે. ગાર્ડ્સે સ્પષ્ટ કર્યું હતું કે શાહરૂખ ખાનના નામે કોઈ પણ ઓર્ડર ડાયરેક્ટ અંદર જઈ શકતો નથી અને આ રીતે કોઈ અજાણ્યા ઓર્ડર સ્વીકારવામાં આવતા નથી. આ વીડિયોએ ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...