Thu Apr 30 2026

Logo

દિલ્હીના અંડર વર્લ્ડમાં નવા ગેંગસ્ટરોની એન્ટ્રી, લોરેન્સ બિશ્નોઈ ગેંગના વકીલ પર જીવલેણ હુમલો

2026-02-25 16:06:27
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દિલ્હીના અંડર વર્લ્ડમાં નવા ગેંગસ્ટરોની એન્ટ્રી થઈ છે. જેમાં મંગળવાર રાત્રે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી નવા ગેંગસ્ટર રાહુલ ફત્તેહપુર અને નવીન બોક્સરે લીધી છે. આ ગેંગસ્ટરોએ હુમલા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કામ પૂર્ણ કર્યું હોવાનું જણાવ્યું છે. 

સમયસર સુધરી જાઓ નહીંતર પરિણામો ભોગવવા પડશે

આ પોસ્ટમાં ગેંગસ્ટરો લખ્યું છે કે, જય શ્રી રામ, બધા ભાઈઓને રામ રામ. હું (રાહુલ ફતેહપુર) (નવીન બોક્સર ગોરીપુર) (સન્ની યમ) આજે દીપક ખત્રી (વકીલ) પર થયેલા હુમલાની જવાબદારી લઉં છું. તે લોરેન્સ માટે બાતમીદાર અને દલાલ તરીકે કામ કરે છે. તેમજ તું ખંડણી ચૂકવણીની વ્યવસ્થા કરે છે  અને મીટિંગ્સમાંથી માહિતી એકત્રિત કરે છે  તે બંધ કર નહીં તો તારા  આખા પરિવારને આનું પરિણામ ભોગવવું પડશે. ભગવાનનો આભાર કે તું  આજે બચી ગયો છે.  હજુ પણ સમય છે સુધરી જા. અમારા બધા દુશ્મનો જે લોરેન્સને ગેંગસ્ટર  માને છે  સમયસર સુધરી જાઓ નહીંતર પરિણામો ભોગવવા પડશે. 

દિલ્હી પોલીસ  સત્તાવાર પુષ્ટિ કરી નથી 

જોકે, દિલ્હી પોલીસ દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમજ લોરેન્સ બિશ્નોઈની કાનૂની ટીમના વકીલની હાલત સ્થિર છે. પોલીસ તપાસ કરી રહી છે કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ સાચી છે કે નહીં અને તેની પાછળ કોણ છે. હુમલામાં વપરાયેલા હથિયારો અને હુમલા પાછળના કાવતરાની પણ તપાસ કરવામાં આવી રહી છે.  હુમલાની જવાબદારીનો  દાવો સાચો છે કે નહીં તે નક્કી કરવા માટે સોશિયલ મીડિયા પોસ્ટ્સ પાછળના IP એડ્રેસ  અને એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.