મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો રવિવાર તમારા માટે ઉત્સાહ અને નવી ઊર્જા લઈને આવશે. નોકરી કરતા જાતકોને ઓફિસના કામમાંથી રાહત મળશે અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. આર્થિક મોરચે દિવસ સામાન્ય રહેશે, પરંતુ સાંજ સુધીમાં કોઈ અટકેલા નાણાં પરત મળવાની સંભાવના છે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો મિત્રની મધ્યસ્થતાથી દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આંખોમાં થોડી બળતરા કે થાક અનુભવાઈ શકે છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને મુસાફરી દરમિયાન સાવચેત રહેવું હિતાવહ છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કુંવારા લોકો માટે ખાસ રહેવાનો છે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. તમારા માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત સાબિત થશે. લાંબા સમયથી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજે વાત આગળ વધી શકે છે. વ્યાપારીઓને ધંધામાં અચાનક મોટો નફો થવાના યોગ છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે અને તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળતા ઘરમાં ઉત્સવનો માહોલ સર્જાશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકોએ આજે પોતાના ગુસ્સા અને વાણી પર ખાસ સંયમ રાખવો પડશે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ થવાની આશંકા છે, તેથી શાંતિથી કામ લેવું. આર્થિક બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, નહીંતર નાણાકીય નુકસાન વેઠવું પડી શકે છે. માનસિક ચિંતાઓને કારણે આજે તમારું મન પૂજા-પાઠ અને આધ્યાત્મિકતા તરફ વધુ ઝૂકશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. સાંજે ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મન હળવું થશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે અને વાત લગ્ન સુધી પહોંચશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાના કારણે લાંબા સમયથી અટકી પડેલાં કાર્યો સરળતાથી પૂરા થઈ જશે. નવું રોકાણ કરવા માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ અપાવશે. નોકરી શોધતા યુવાનોને આજે કોઈ મિત્રની મદદથી સારી તકની માહિતી મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે, જૂની બીમારીઓમાંથી રાહત મળતી જણાશે. અવિવાહિત લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે ઘરમાં જ કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર થશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. સંતાનની સંગત પર આજે ધ્યાન રાખવું પડશે.
સિંહઃ
સિંહ રાશિના નોકરી કરી રહેલાં જાતકો આજનો દિવસ માટે કામના સ્થળ કે પછી બિઝનેસ કરી રહેલાં લોકો માટે સામાન્ય કરતાં વધુ ભાગદોડ અને મહેનત કરવી પડશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામ પર નજર રાખી રહ્યા છે, તેથી શિસ્ત જાળવી રાખવી જરૂરી છે. ઘરમાં અચાનક મહેમાનોના આગમનને કારણે ખર્ચનું પ્રમાણ વધી શકે છે, જે આર્થિક બજેટને થોડું ખોરવશે. પિતા સાથેના સંબંધો મધુર બનશે અને તેમના બિઝનેસ અનુભવનો તમને મોટો ફાયદો મળશે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ભારે પડી શકે છે, ખાસ કરીને પીઠ કે કમરના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન અને આનંદથી ભરપૂર રહેશે. લાંબા સમય પછી જૂના મિત્રો અથવા બેચમેટ્સ સાથે મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અટકેલા કામો આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી ઉકેલાઈ જશે. વ્યાપારીઓ માટે આકસ્મિક ધનલાભના મજબૂત યોગો દેખાઈ રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક પરિણામ લાવશે. વિદેશ જવા ઈચ્છતા લોકોની નડતરો આજે દૂર થઈ શકે છે. આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે, પણ તમારે વાતચીતથી એનો ઉકેલ લાવવો પડશે.
તુલાઃ
આજનો દિવસ તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકારી રાખવી જોઈએ નહીં. હવામાનમાં બદલાવને કારણે શરદી, ઉધરસ અથવા પેટને લગતી તકલીફો થઈ શકે છે, તેથી ખાનપાન પર નિયંત્રણ રાખવું. શત્રુઓ કે વિરોધીઓ આજે તમારી વિરુદ્ધ સક્રિય થઈ શકે છે, પરંતુ તમારી બુદ્ધિ ચાતુર્યથી તમે બચી શકશો. બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો, નહીંતર નાણાકીય ખેંચતાણ અનુભવાશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે યોગ અને મેડિટેશનનો સહારો લેવો. જીવનસાથીનો સહયોગ મુશ્કેલ સમયમાં તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધારશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. બિઝનેસ અને પાર્ટનરશિપના કામો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ સાબિત થશે. નવા ભાગીદાર સાથે ડીલ ફાઈનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો નફો કરાવશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે અને જીવનસાથી સાથે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિનો અંત આવશે. સમાજમાં તમારી લોકપ્રિયતા અને કીર્તિમાં વધારો થવાના યોગ છે. સાંજનો સમય પ્રિયજન સાથે કોઈ સરસ જગ્યાએ ડિનર અથવા વોક પર જવામાં પસાર થશે. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અને ઊર્જાવાન અનુભવ કરશો, જે નિર્ણય શક્તિ વધારશે.
ધનઃ
ધન રાશિના લોકો આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવા પડશે. આજે તમારે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ખૂબ જ સાવધાનીપૂર્વક વિચાર કરવો પડશે. કામના સ્થળે આજે તમારે વિરોધીઓથી સાવધ રહેવું પડશે, કારણ કે વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી તમારા કામથી જ કામ રાખવું. કાયદાકીય કે કોર્ટ-કચેરીના મામલાઓમાં આજે કોઈ ઉકેલ ન આવતા ધીરજ રાખવી હિતાવહ રહેશે. મોસાળ પક્ષ તરફથી કોઈ અપ્રિય સમાચાર મળવાને કારણે મન થોડું ઉદાસ થઈ શકે છે. લોન કે ઉધાર નાણાં આપવાનું આજે ટાળવું, નહીંતર ફસાઈ જવાની શક્યતા છે. શિસ્તબદ્ધ દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. રચનાત્મક અને બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ પ્રગતિ કરાવનારો રહેશે. સંતાનોની કારકિર્દી અથવા અભ્યાસમાં પ્રગતિ જોઈને મન ગર્વ અને ખુશી અનુભવશે. શેરબજાર અથવા સટ્ટાકીય પ્રવૃત્તિઓથી આજે બિલકુલ દૂર રહેવું, આર્થિક નુકસાન થવાના મજબૂત સંકેત છે. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે અને પાર્ટનર તરફથી કોઈ સુંદર સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. મનમાં નવા અને સકારાત્મક વિચારો આવશે, જે ભવિષ્યના આયોજનમાં મદદરૂપ થશે. માતા-પિતાની સેવા અને આશીર્વાદથી અટકેલા કાર્યો પૂરા થશે.
કુંભઃ
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમારે પારિવારિક સુખ-શાંતિ જાળવવા માટે નમ્રતાપૂર્વક વર્તવું પડશે અને સમજૂતી કરવી પડશે. પ્રોપર્ટી, જમીન કે નવું વાહન ખરીદવા માટેના યોગો ખૂબ જ અનુકૂળ અને સુખદ પરિણામ આપનારા છે. માતાના સ્વાસ્થ્યમાં નરમાશ આવી શકે છે, તેથી તેમની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. નોકરીયાત વર્ગે ઓફિસના કામકાજની ચર્ચા સોશિયલ મીડિયા પર કે બહારના લોકો સાથે ન કરવી. નાણાકીય સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થવાને કારણે આર્થિક ચિંતાઓ ઓછી થશે. સાંજનો સમય પરિવાર સાથે જૂની યાદો તાજી કરવામાં વીતશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજનો દિવસ તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમમાં જબરદસ્ત વધારો લાવશે. નાના ભાઈ-બહેનો અને સંબંધીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે. ધંધાકીય હેતુ માટે કરેલી ટૂંકી મુસાફરી ખૂબ જ લાભદાયી અને સુખદ સાબિત થશે. અટકેલા સરકારી કે સામાજિક કાર્યો તમારા પુરુષાર્થથી આજે પૂરા થઈ જશે. કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે. બેરોજગાર લોકોને રોજગારીની નવી અને ઉત્તમ તકો મળી શકે છે, જેનાથી ઉત્સાહ બમણો થશે.