Thu Sep 03 2026

Logo

એસ્કેલેટર માસ્ટર ડોગ: જુઓ કેવી રીતે આ શ્વાને એસ્કેલેટર મહારત મેળવી, લોકોએ કહ્યું, વાહ ડોગેશ ભાઈ...

2026-03-31 17:29:00
Author: darshana Visaria
એસ્કેલેટર માસ્ટર ડોગ: જુઓ કેવી રીતે આ શ્વાને એસ્કેલેટર મહારત મેળવી, લોકોએ કહ્યું, વાહ ડોગેશ ભાઈ...

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો દરરોજ વાઈરલ થતાં રહે છે. પરંતુ આ વાઈરલ વીડિયોમાં પણ જ્યારે કોઈ વીડિયો પ્રાણીઓનો હોય તો તે નેટિઝન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં આવો જ એક ડોગેશભાઈ એટલે કે શ્વાનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ નેટીઝન્સના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક શ્વાન કોઈ પણ ડર વિના એકદમ આરામથી એસ્કેલેટર પર ચઢવા ઉતરવાની મોજ માણી રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શ્વાન એસ્કેલેટરની વર્કિંગ પેટર્નથી એકદમ સારી રીતે વાકેફ થઈ ગયો હોય એવું લાગે છે. શ્વાન વારંવાર ઉપર-નીચે ચઢ-ઉતર કરતો જોવા મળે છે. આ નજારો જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણાએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કરવાનું શરૂ કરી દીધું હતું. 

આ વીડિયો ફેસબુક પર The Sentinel નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ યુઝર્સ રમુજી અને મજેગાપ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયોમાં જોવા મળી રહેલાં શ્વાનને ડોગેશભાઈ કહીને સંબોધી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે વાહ ડોગેશ ભાઈ, કમાલ કરી દીધી. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે એસ્કેલેટર માસ્ટર. અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે આ શ્વાન તો જાણે આવાગમન (જન્મ-મરણ)ના ચક્રમાં ફસાઈ ગયો છે.

વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું એમ આ શ્વાન જે રીતે કોઈ પણ ડર વગર શાંતિથી પોતાની મસ્તીમાં રમી રહ્યો છે, તે જોઈને સોશિયલ મીડિયા પર તેની એક અલગ જ ઓળખ ઉભી થઈ ગઈ છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...