Tue Oct 06 2026

Logo

પોર્ટુગલના રોનાલ્ડોએ સાઉદીની માલિકીની સ્પૅનિશ ક્લબનો ઇક્વિટી હિસ્સો ખરીદ્યો!

Almeria   2026-02-26 18:10:21
Author: Ajay Motiwala
પોર્ટુગલના રોનાલ્ડોએ સાઉદીની માલિકીની સ્પૅનિશ ક્લબનો ઇક્વિટી હિસ્સો ખરીદ્યો!

અલ્મેરિયા (સ્પેન): 2022ની સાલમાં સાઉદી અરેબિયાની અલ નાસર ક્લબની ટીમ વતી રમવાનો કૉન્ટ્રૅક્ટ કરનાર પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)એ સ્પેનની સેક્નડ ડિવિઝનની ફૂટબૉલ ક્લબ અલ્મેરિયા (Almeria)નો પચીસ ટકા ઇક્વિટી (Equity) હિસ્સો ખરીદ્યો છે. આ ક્લબ રોનાલ્ડોનું પ્રતિનિધિત્વ કરનારી સલાહકારી કંપની છે અને ક્લબની માલિકી સાઉદી અરેબિયાના બિલ્યનેરના હાથમાં છે.

રોનાલ્ડો 41 વર્ષનો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે `હું ઘણા સમયથી ફૂટબૉલના મેદાનની બહારથી ફૂટબૉલની રમતને અલગ રીતે યોગદાન આપવા માગતો હતો. યુડી અલ્મેરિયા સ્પૅનિશ ક્લબ છે અને જેના મૂળિયા ખૂબ મજબૂત છે અને વિકાસની બાબતમાં એમાં મને ખૂબ સામર્થ્ય જોવા મળી રહ્યું છે.'

રોનાલ્ડોએ સીઆર-7 સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ સબસિડિયરી મારફત અલ્મેરિયા ક્લબની ઇક્વિટી ખરીદી છે. આ ક્લબની માલિકી છ વર્ષથી મોહમ્મદ અલ-ખેરેઇજીના હાથમાં છે. તેમણે તુરકી અલ અલશેખ પાસેથી આ ક્લબ ખરીદી હતી.

અલ્મેરિયા ક્લબ હાલમાં સ્પેનના સેક્નડ ડિવિઝનમાં ત્રીજી ક્રમે છે. 2023-'24માં આ ક્લબ ફર્સ્ટ ડિવિઝનમાં હતી. રોનાલ્ડોએ કેટલામાં ઇક્વિટી ખરીદી એની વિગત જાહેર નહોતી કરવામાં આવી.