Thu Sep 10 2026

Logo

કોલંબિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 66 એ પહોંચ્યો, 48 ઘાયલ...

BOGOTA   2026-03-24 09:35:50
Author: Savan Zalariya
કોલંબિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 66 એ પહોંચ્યો, 48 ઘાયલ...

AFP/Daniel Ortiz


કોલંબિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 66 એ પહોંચ્યો, 48 ઘયાલ

બોગોટા: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં ગઈ કાલે સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, કોલંબિયન આર્મીના 114 જવાનો અને 11 ક્રૂ મેમ્બર્સને લઇને જઈ રહેલું મીલીટરી વિમાન ક્રેશ થયું હતું, આહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 66  જવાનો મોતને ભેટ્યા છે અને 48 જવાનો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

કોલંબિયાના સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝે X પર પોસ્ટ કરીને જણાવ્યું, દુર્ઘટનાગ્રસ્ત વિમાન હર્ક્યુલસ C-130  લોકહીડ માર્ટિન કંપની દ્વારા બનાવવામાં આવ્યું આવ્યું હતું. વિમાને પેરુની સરહદ પર આવેલા પ્યુર્ટો લેગુઇઝામોથી ટેક ઓફ કર્યું કર્યું હતું, ટેકઓફ કર્યાની થોડી વારમાં જ વિમાન ક્રેશ થયું હતું. 

કોલંબિયાની વાયુસેના કમાન્ડર ફર્નાન્ડો સિલ્વાના જણાવ્યા મુજબ કે વિમાનમાં 114 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતાં,  અધિકારીઓ આ વિમાન ક્રેશ થવા પાછળના કારણની તપાસ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ આ વિમાન શહેરથી માત્ર 3 કિમી દૂર ક્રેશ થઇ હતી, જો વિમાન શહેરી વિમાનમાં ક્રેશ થયું હોત તો વધુ જાનહાની સર્જાઈ હોત.

આ વિમાન દુર્ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, એક વિડીયોમાં જોવા મળે છે કે વિમાન ટેક ઓક ઓફ કર્યાની થોડી જ સેકન્ડો બાદ આગળનાં ભાગથી નીચે પડતું દેખાય છે. 

એક વિડીયોમાં દુર્ઘટના બાદ કાળા ધુમાડાના ગોટા નીકળતા દેખાય છે. 

અગાઉ રાષ્ટ્રપતિ પેટ્રોએ ચિંતા વ્યક્ત કરી હતી:
થોડા દિવસો અગાઉ કોલંબિયાના રાષ્ટ્રપતિ પેટ્રોએ X પર એક પોસ્ટ કરીને સેનાના આધુનિકીકરણની તેમની યોજનાઓમાં વિલંબ બદલ બ્યુરોક્રેશીની ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું, " રાષ્ટ્રપતિ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન લશ્કરી દળોના સાધનોનું આધુનિકીકરણ કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા જ્યારે મેં વિનંતી કરી હતી, પરંતુ લશ્કરી વહીવટમાં અમલદારશાહી બાધાઓને કારણે કોન્પેસ/કોન્ફિસને આ કાર્ય હાથ ધરવાની મંજૂરી મળી ન હતી."