Fri Apr 17 2026

Logo

શાહિદ કપૂરનો સ્વેગ અને રશ્મિકા-કૃતિનો કાતિલ ડાન્સ, 'કોકટેલ 2'નું નવું ગીત રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

2026-04-08 17:49:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડમાં હાલ સીક્વલ ફિલ્મોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે વર્ષ 2012ની સુપરહિટ ફિલ્મ 'કોકટેલ'ની બીજી કડી એટલે કે 'કોકટેલ 2' હવે મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. હોમી અડાજણિયાના ડિરેક્સનમાં બનેલી આ ફિલ્મની જાહેરાત બાદથી જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ફિલ્મમાં સ્ટારકાસ્ટ બદલાવવામાં પણ કરવામાં આવ્યો છે, જે સ્ટોરીમાં નવો વળાંક અને તાજગી લાવશે તેવું લાગી રહ્યું છે.

ફિલ્મનું નવું ગીત 'જબ તલક' બુધવારે રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાનો જબરદસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. યુનિવર્સલ મ્યુઝિકની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતને માત્ર એક જ કલાકમાં 1 લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. અરિજીત સિંહના અવાજમાં ગવાયેલા આ ગીતને પ્રીતમ ચક્રવર્તીએ કમ્પોઝ કર્યું છે અને તેના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. આ ત્રિપુટીનો ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

મેકર્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ 'કોકટેલ 2' આગામી 19 જૂને સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના સેટ પરથી લીક થયેલી તસવીરોએ પહેલાથી જ ચર્ચા જગાવી હતી. શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની ફ્રેશ કેમિસ્ટ્રીની સાથે કૃતિ સેનનનો ગ્લેમરસ અંદાજ બોક્સ ઓફિસ પર કેટલો જાદુ ચલાવે છે, તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 2012માં આવેલી 'કોકટેલ'માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં હતા. લવ ટ્રાયેન્ગલ પર આધારિત આ ફિલ્મની વાર્તા, ગીતો અને કલાકારોના અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ગૌતમ, વેરોનિકા અને મીરાની એ દોસ્તી અને પ્રેમની કહાની આજે પણ લોકોના મનમાં તાજી છે. હવે 12 વર્ષ બાદ આવી રહેલી આ સીક્વલ પાસેથી પણ દર્શકોને તેવી જ અપેક્ષા છે.