મુંબઈઃ શાહીદ કપૂરની નવી રિલીઝ થયેલી ફિલ્મ 'કોકટેલ-2' સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ધીમીધારે મસ્ત ક્લેકશન કરી રહી છે. ફિલ્મમાં સૌ કોઈ કૃતિ સેનનના નવા અવતારના વખાણ કરી રહ્યા છે. પણ હવે દર્શકોએ આ ફિલ્મમાંથી ફિલ્મ 'ધુરંધર'ની જગ્યાને પકડી પાડી છે. ખાસ વાત એ છે કે, 'ધુરંધર' ફિલ્મમાં આ જગ્યા પાકિસ્તાનની હોવાનું દર્શાવાયું છે. પણ 'કોકટેલ-2'માં એક સિન પરથી દર્શકોને 'ધુરંધર' ફિલ્મની યાદ આવી ગઈ છે. આ એ જ જગ્યા છે જ્યાં હમઝા રહેમાન ડકૈત પર હુમલો કરી દે છે.
I'm seriously fad-up of these Dhurandhar stuff
— Mr SP (@Lonely_prabh) June 22, 2026
Whatever movie comes, be it comedy, romantic or horror, these dhurandhar ©hi©ks starts comparing.
Now they are saying that there are scenes of Dhurandhar in Cocktail 2 also.
Bas kro yaar....... pic.twitter.com/Q3hCK6TD1Z
આખરે મામલો શું છે?
'કોકટેલ-2' ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ 85.31 કરોડનું ક્લેક્શન કર્યું છે. આ ફિલ્મના એક સિનથી દર્શકોને આદિત્ય ધરની 'ધુરંધર' ફિલ્મ યાદી આવી ગઈ હતી. કેટલાક લોકોને આ ડિટેલિંગ ખૂબ ગમી તો કેટલાક લોકો આને કોપીપેસ્ટ ગણાવી રહ્યા છે. તો શાહીદના ફેન્સને આ પ્રકારની તુલના બિલકુલ પસંદ આવી નથી. એક યુઝરે તો સાવ તર્ક વગરની વાત કરીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ યુઝરે કહ્યું હતું કે, આનો અર્થ એ નથી કે, શાહીદ કપૂર એક જાસૂસ છે. કેટલાક લોકો આને ખોટી સરખામણી ગણાવી રહ્યા છે. કેટલાક યુઝરે કહ્યું કે, ભાઈ હવે 'ધુરંધર'ની વાતથી હેરાન પરેશાન થઈ ગયો છું. ફિલ્મ કોઈ પણ આવે એ પછી કોમેડી, રોમેન્ટિક કે હોરર હોય કોઈ પણ ફિલ્મને 'ધુરંધર' સાથે ક્નેકટ કરનારા પડ્યા છે.
યુઝર્સની કોમેન્ટનો ઢગલો
કોકટેલ-2 જેવી મસ્ત ફિલ્મમાં પણ 'ધુરંધર' ફિલ્મના દિવાના પડ્યા છે. યોગ્ય તપાસ બાદ સોશિયલ મીડિયા પર જ એક વિડિયો પોસ્ટ થયો છે, જેના પર ઢગલાબંધ કોમેન્ટ આવી ગઈ છે. એક યુઝરે લખ્યું કે, 'ધુરંધર' ફિલ્મે અમને બગાડી નાંખ્યા છે, હવે કોઈપણ ફિલ્મ સારી નથી લાગતી.એક યુઝરે આના પર જ કોમેન્ટ કરતા લખ્યું કે, 'ધુરંધર' ફિલ્મે ફિલ્મો જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. એક યુઝરે તો આટલી ખતરનાક ડિટેલિંગના વખાણ કર્યા છે. કોમેન્ટ કરતા અન્ય એક યુઝરે લખ્યું કે, 'ધુરંધર'ને કારણે હવે કોઈ પણ ફિલ્મને એવો યોગ્ય ન્યાય નહીં મળી શકે. કારણ કે, અંદાજ આખો બદલી દીધો છે. 19 જુનના રોજ રિલીઝ થયેલી ફિલ્મ કોકટેલ-2માં એક સિન છે. જેને જોઈને લોકોને 'ધુરંધર' ફિલ્મની યાદ આવી ગઈ છે. આ એ જ રસ્તો છે જ્યાંથી હમઝા રહેમાન ડકૈતની કાર લઈને જતો હોય છે.
ઓટીટી પર 'ધુરંધર' ફિલ્મ માઈલસ્ટોન
ફેન્સનું એવું કહેવું છે કે, કોકટેલ-2માં એ જ જગ્યા પર શુટિંગ ફરીથી થયું અને આ વખતે શાહીદ કપૂર છે. રિલેશનશીપ અને આજની ઝેન-ઝી પેઢીને ક્નેક્ટ કરતી ફિલ્મ કોકટેલ-2 લોકોને પસંદ પડી રહી છે. ખાસ કરીને યુવાવર્ગને આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જેમાં ખરેખર એક અલગ અંદાજ જોવા મળ્યો છે. કૃતિ સેનન, રશ્મિકા મંદાનાની દમદાર એક્ટિંગ સાથે ફિલ્મ જે રીતે આગળ વધે છે એ ખરેખર સારૂ સ્ટોરી ટેલિંગ કરી જાય છે. વાત 'ધુરંધર'ની કરવામાં આવે તો આ ફિલ્મ હાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવાઈ છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ આ ફિલ્મ ઝંડા લહેરાવી રહી છે. ખાસ તો ફિલ્મનું અનકટ વર્ઝન છે જેને સ્ટ્રિમ કરવામાં આવ્યું છે.
કમાણીના મામલે શાહીદ કિંગ
શાહીદ કપૂરની આ ફિલ્મ એમની અગાઉની ફિલ્મ 'આર.રાજકુમાર'નો રેકોર્ડ બ્રેક કર્યો છે. આર.રાજકુમાર 65.9 કરોડની કમાણી કરી ગઈ હતી. 'કોકટેલ-2'એ 85 કરોડનું ક્લેક્શન કર્યું છે. આ વીકએન્ડનો ફિગર છે. આમ શાહીદની આ પાંચમી એવી ફિલ્મ બની છે જેને ઓછા સમયમાં દમદાર કમાણી કરી લીધી. કૃતિ સેનન માટે આ ફિલ્મ માઈલસ્ટોન સાબિત થઈ છે. બિકિની અવતારમાં લોકોને એ પસંદ પડી છે. પણ કમાણીના મામલે 'હીરોપંતી' કરતા આ ફિલ્મે ઓવરટેક કરી નાંખી છે. 'હીરોપંતી'એ 77 કરોડનું ક્લેક્શન કર્યું હતું. 'યે જવાની તો ઈશ્ક હોના હૈ' આ ફિલ્મ 'કોકટેલ-2'ની આસપાસ જ રિલીઝ થયેલી કમાણી શાહીદની ફિલ્મની વધારે છે.