Sat Oct 03 2026

Logo

SIR મુદ્દે એનડીએમાં ઘર્ષણ વધી શકેઃ ચિરાગ પાસવાનની જ્ઞાનેશ કુમારને સલાહ, સવાલો ઊઠ્યા છે તો જવાબો આપો

2026-09-25 16:28:50
Author: Mumbai Samachar Team
SIR મુદ્દે એનડીએમાં ઘર્ષણ વધી શકેઃ ચિરાગ પાસવાનની જ્ઞાનેશ કુમારને સલાહ, સવાલો ઊઠ્યા છે તો જવાબો આપો

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણીપંચમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે જ્ઞાનેશકુમારના વિષય પર ભાજપમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રમાં સત્તા પર રહેલી એનડીએ (ભારતીય જનતા  પાર્ટી નેતૃત્વ હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ના ગઠબંધનમાં લોક જનશક્તિ પાર્ટી)એ જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વિષયમાં ખાસ જવાબ આપવો જોઈએ.

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ વિષય પર ચિંતા વ્યક્ત કરી છે બીજી તરફ વિપક્ષ ચૂંટણીપક્ષના મુદ્દાને લઈ લડી લેવાના મૂડમાં છે. જ્ઞાનેશકુમારના રાજીનામાની વાત કરી છે. SIR પર થયેલા સવાલના વિવાદ વચ્ચે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે, આખરે વિવાદ ઉકેલાઈ ગયો છે અને તમામ કમિશનરની સહમતીથી જ નિર્ણય લેવાઈ રહ્યા છે. 

ચિરાગ પાસવાને શું કહ્યું
આ સમગ્ર મામલે એક મીડિયા રિપોર્ટમાંથી સામે આવ્યો હતો. ચિરાગ પાસવાને આ વિષય પર વાત કરતા કહ્યું હતું કે, ચૂંટણીપંચે આ વિષય પર પોતાની વાત ક્લિયર કરવી જોઈએ. સ્પષ્ટતા કરવી જોઈએ. વિપક્ષના કહેવાથી વાત કરવાનો આ કોઈ મુદ્દો નથી, પણ પ્રજા જાણવા માગે છે કે આખરે હકીકત છે શું? પ્રજાના દ્રષ્ટિકોણથી ચૂંટણીપંચે પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ. રાહુલ ગાંધી જ્યાં જ્ઞાનેશકુમારનું રાજીનામું માગી રહ્યા છે એવામાં સમગ્ર સિસ્ટમ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

ચિરાગ પાસવાને કહ્યું હતું કે, જો ખરેખર ચૂંટણીપંચ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે તો હું એવું માનું છું કે, આ જવાબદારી ચૂંટણીપંચની છે કે, તે પોતાના પક્ષમાં કોઈ વાત કહે અને એક મત વ્યક્ત કરે, જેથી પ્રજાને ખ્યાલ આવે કે ખરેખર મુદ્દો શું છે. મીડિયા રિપોર્ટની આ વાત નથી. વિપક્ષનું કામ તો દરેક મુદ્દાઓ પર રાજકારણ ખેલાનું છે. જેથી કરીને વિવાદ વધે. પણ ચૂંટણ પંચ સ્પષ્ટતા કરી તો પ્રજાનો વિશ્વાસ ટકી રહે છે

મુદ્દો ગંભીર છે નજરઅંદાજ ન કરી શકાય
ચૂંટણીપંચે પોતાની વાત મજબૂતી સાથે મૂકવી જોઈએ. પ્રજાને હકીકત સમજાવી જોઈએ. ચૂંટણી જે કરાવે એ સિસ્ટમ પર સવાલ ઊભા થશે તો પ્રજાને પણ આશંકા જશે. એવામાં એની સામે કોઈ સવાલ ઊભો થાય છે તો વિભાગે મજબૂતી સાથે પોતાનો મત વ્યક્ત કરવો જોઈએ એવું હું માનું છું. જેથી પ્રજાને કોઈ પ્રકારની આશંકા ન જાય. SIRની પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદમાં રહી છે. 
મતદારની યાદીમાંથી કેટલાક લોકોના નામ બાકાત થઈ ગયા છે.

જેની સામે વિપક્ષે અનેકવાર વાંધો ઊઠાવ્યો છે. ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે, ચૂંટણી આયોગ અને મુખ્ય ચૂંટણી અધિકારી વચ્ચે મતભેદના કારણે કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ. SIRની સમગ્ર સિસ્ટમ પર ફરીથી વિચાર કરવો જોઈએ. આ પહેલા લોકસભાના સાંસદ અભિષેક બેનર્જીએ મતદાતાની યાદીમાંથી 30 લાખ નામ ગાયબ થયાનો દાવો કર્યો હતો. સાંસદે કહ્યું હતું કે, આ એક પ્રકારનું કાવતરૂ છે. આને કોઈ રીતે નજરઅંદાજ કરી શકાય એમ નથી. 

મુંબઈથી આંદોલન શરૂ થશે
આ વિષય પર નવી શરૂ થયેલી રાજકીય પાર્ટી કોક્રોચ જનતા પાર્ટીએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પાર્ટીનું એવું કહેવું છે કે, જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો સમગ્ર દેશમાં આંદોલન કરીશું. આ માટેની શરૂઆત પણ તબક્કાવાર થશે. અભિજીત દીપકેની પાર્ટીએ આ માટે 2 ઑક્ટોબર સુધીની તારીખ નક્કી કરી છે. મુંબઈથી આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હજુ સુધી આ તમામ વિષયના મુદ્દાઓ પર ચૂંટણીપંચે ખાસ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ કારણે મામલો વધારે ગૂંચવાયો છે. હવે વિભાગ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરે છે તો મુદ્દો થોડો ઉકેલાતો દેખાઈ રહ્યો છે. તમામ વિપક્ષ આ મુદ્દાઓ પર લડી લેવાના મૂડમાં છે.