Tue Apr 28 2026

Logo

ખાડીના દેશમાં યુદ્ધની ચીનને નહીંવત અસર, સમજવા જેવું છે 'ડ્રેગન'નું રહસ્યમય 'મૌન'

Bijig   2026-03-09 16:57:30
Author: Mumbai Samachar Team
Article Image

બેઈજિંગઃ ઈરાન ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે દુનિયાના દેશની ઊંઘ છીનવાઈ ચૂકી છે. દરરોજ નવા હુમલા અને મિસાઈલ મારાને કારણે દિવસ કરતા રાતનો સમય કપરો થઈ રહ્યો છે. અનુમાન લગવવામાં આવી રહ્યું કે, હવે ક્રુડ ઓઈલના ભાવમાં તોતિંગ ઉછાળો આવશે.

હકીકત એ છે કે, ક્રુડ ઓઈલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. કાચું તેલ આયાત કરતા દેશમાં સૌથી વધારે તેલની આયાત કરતો દેશ પાડોશી ચીન છે, ચોંકાવનારી વાત એ છે કે, આ યુદ્ધના માહોલમાં ચીન શાંત બેઠો છે. 

ચીન ચુપ કેમ?

વૈશ્વિક ફલક પર જ્યારે પણ કોઈ મોટી ઉથલપાથલ થાય ત્યારે ચીન પોતાના અસલી રંગ દેખાડે છે. ખાડીમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે ચીન મૌનવ્રત ધારણ કરી બેઠો છે. ચિંતા તો દરેક રાષ્ટ્રને છે પણ ચીનનું વલણ કંઈક અલગ છે. મૌન પાછળ ચીનની કોઈ રણનીતિ હોય એવું માનવામાં આવી રહ્યું છે.

ચીન પાસે આયાતી ક્રુડ ઓઈલનો ભંડાર છે, આ ઓઈલ એક દિવસમાં આયાત કરાયું નથી. અગાઉ નીચા ભાવે કરેલી આયાતનો સ્ટોક છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન પોતાની જરૂરિયાત કરતા વધારે સ્ટોક મંગાવીને સ્ટોર કરી રહ્યો છે. એટલા માટે અત્યારે ભાવ વધારે હોવા છતાં એમને કોઈ ફેર પડતો નથી. 

900 મિલિયન બેરલનો સ્ટોક

એક રીપોર્ટનું માનવામાં આવે તો ચીન પાસે 900 મિલિયન બેરલનો સ્ટોક છે, જે આવનારા કેટલાક સમય સુધી તો ખૂટે એમ નથી. ચીનની ક્રુ઼ડ ઓઈલની કુલ જરૂરિયાત 15થી 16 મિલિયન બેરલ છે. આ ચીનનો દૈનિક ધોરણે થતો વપરાશ છે. આશરે ચાર મહિના સુધી સતત ચાલી શકે એટલું ક્રુડ ચીનના સ્ટોરમાં છે. જ્યારે ભારતમાં એનાથી બમણી ક્ષમતા છે.

ચીન રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે તેલની ખરીદી કરે છે. પશ્ચિમના દેશમાં સંકટ હોવા છતાં ચીનની આયાત યથાવત છે. ચીને ઘણાય તેલ ઉત્પાદક દેશ સાથે લાંબા ગાળાની સમજૂતી કરી છે. જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ વધે છે એ સમયે ચીન આયાત ઘટાડીને સ્ટોર સ્ટોકનો ઉપયોગ કરી દે છે. 

આર્થિક પાસુ પણ ચર્ચામાં

ચીન જ્યારે પણ વૈશ્વિક સ્તર પર કોઈ આર્થિક મુદ્દાને લઈ ચર્ચા થાય છે એ સમયે મૌન ધારણ કરે છે. આ પાછળનું કારણ તે પોતાના દેશની ઈકોનોમીના કોઈ ગુણ-દોષ જાહેર કરતું નથી. સાર્વજનિક થતા કેવી રીતે બચવું એ ચીનને સારી રીતે આવડે છે. પદડા પાછળની આર્થિક કુટનીતિ એવી હોય છે કે, માર્કેટમાં માહોલ ગમે તે હોય ચીન તરફી સપ્લાય સુરક્ષિત રહે છે.  

ક્રુડ પરની નિર્ભરતા ઘટાડવા માટે ચીને કોસલા, ગેસ, પરમાણું ઊર્જા, ગ્રીન એનર્જી અને અન્ય સોલાર એનર્જીમાં રોકાણ કરીને બેઠો છે. આથી ક્રુડ ઓઈલની કિંમતની અસર ચીન પર એટલી ઝડપથી થતી નથી. હવે ટ્રમ્પ ચીનની મુલાકાત કરવાના છે ત્યારે ફરી એકવાર કોઈ નવું સમીકરણ બને એ વાત નકારી શકાય એમ નથી.