વૈશ્વિક સ્તરે રાજકીય અશાંતિ દિવસેને દિવસે વધી રહી છે, એવામાં ચીન અંગે ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે, ચીન તેનો પરમાણુ કાર્યક્રમ ઝડપથી આગળ વધારી રહ્યું છે. અહેવાલ મુજબ દક્ષિણપશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં ગુપ્ત ન્યુક્લિયર ફેસિલિટીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, સેટેલાઇટ ઈમેજીસ દ્વારા તેના પુરાવા મળ્યા છે.
એક જીયો-સ્પેસીયલ ઈન્ટેલીજન્સ એક્ષ્પર્ટે વર્ષ 2022 થી 2026 સુધી લેવામાં આવેલી સેટેલાઇટ ઈમેજીસનું વિશ્લેષણ કરીને તારણો રજુ કર્યા છે.
સિચુઆનમાં ઝીટોંગ નામના સ્થળની ઈમેજીસમાં જોવા મળે છે કે ખીણમાં નવા બંકરો બનાવવામાં આવ્યા છે. સ્થાળ પર પાઇપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જે રેડિયોએક્ટીવ મટીરીયલ હેન્ડલ કરતી ફેસિલિટી પરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું જ છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંકરોનો ઉપયોગ હાઈ-એક્ષપ્લોઝીવ પરીક્ષણ કરવા કરવામાં આવી રહ્યો છે. છે.
પ્લુટોનિયમ કોરનું ઉત્પાદન:
સેટેલાઇટ ઈમેજીસમાં સિચુઆનના નાય એક સ્થળ પિંગટોંગ પર ડબલ-ફેન્સ્ડ ફેસિલિટી પર સતત બાંધકામ કરવામાં આવી રહ્યું છે, સ્થળ પર 360 ફૂટ ઊંચા વેન્ટિલેશન સ્ટેક બનાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચીન પરમાણુ હથિયારો માટે પ્લુટોનિયમ ભરેલી કોર બનાવી રહ્યું છે.
સેટેલાઈટ ઈમેજના વિશ્લેષણથી જાણવા મળે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું તાજેતરમાં રીનોવેશન કરવામાં આવ્યું છે, જે હેઠળ નવા વેન્ટ્સ અને હીટ-ડિસ્પર્સન ફેસિલિટીનો ઉમેરો કરવામાં આવ્યો છે. મુખ્ય ઇમારતની બાજુમાં વધારાનું બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે.
વર્ષ 2019 થી ચીન તેનો ન્યુક્લીયર પ્રોગ્રામ છુપી રીતે ઝડપીથી આગળ વધારી રહ્યું છે, જેને કારણે ભારત, તાઈવાન, કોરિયા અને જાપાન જેવા ચીનના પાડોશી દેશોની ચિંતા વધી છે.