Sun Aug 23 2026

Logo

ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગમાં ત્રણ ટીમ ત્રણ ગોલના તફાવત સાથે જીતીને ક્વૉર્ટર ફાઇનલના સ્થાનની તલાશમાં

Wasington DC   2026-03-17 19:07:44
Author: Ajay Motiwala
Article Image

વૉશિંગ્ટનઃ ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગ (Champions League)ની બે મોટી ટીમ તેમ જ એક ઓછી જાણીતી ટીમે પોતપોતાની છેલ્લી મૅચ ત્રણ ગોલની સરસાઈ સાથે જીતી લીધા બાદ હવે ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કુ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

રિયલ મૅડ્રિડ અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)ની ટીમ ક્વૉર્ટરમાં સ્થાન નક્કી કરવાના મક્કમ નિર્ધાર સાથે મંગળવારે ઇંગ્લૅન્ડમાં આવી હતી, જ્યારે બૉડો/ગ્લિમ્ટ નામની ટીમ પોર્ટુગલમાં મૅચ રમવાની તૈયારીમાં વ્યસ્ત હતી.

રિયલ મૅડ્રિડે 12મી માર્ચે મૅન્ચેસ્ટર સિટીને 3-0થી પરાજિત કરી હતી. એ જ દિવસે પીએસજીનો ચેલ્સી સામે 5-2થી વિજય થયો હતો. બૉડો/ગ્લિમ્ટે સ્પોર્ટિંગ લિસ્બન ક્લબની ટીમ સામે 3-0થી જીત મેળવી હતી.

બૉડો/ગ્લિમ્ટ ક્લબની ટીમનું ચૅમ્પિયન્સ લીગમાં આ પહેલી જ સીઝન છે. આ ટીમ નોર્વેની છે. અગાઉ આ ટીમે ગયા વર્ષની રનર-અપ ઇન્ટર મિલાનને પરાજિત કરી હતી અને ટૂર્નામેન્ટની બહાર કરી દીધી હતી. પ્રથમ તબક્કામાં આ જ ટીમે મૅન્ચેસ્ટર સિટી તથા ઍટ્લેટિકો મૅડ્રિડને પણ આંચકો આપ્યો હતો.

પૅટ્રિક બર્ગ બૉડો/ગ્લિમ્ટ ટીમનો, ડૅની કાર્વાયલ રિયલ મૅડ્રિડનો અને ઑસમૅન ડેમ્બેલ પીએસજીનો કૅપ્ટન છે.