દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
ઈરાનના જોર્ડનમાં એક અમેરિકન લશ્કરી મથક પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. તેમજ કહ્યું છે કે જો હુમલા બંધ નહિ થાય તો અમેરિકા ઈરાન પર આક્રમક હુમલા કરશે.
લોકસભા અને રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ પસાર થયું છે. આ દરમિયાન લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પેલેટ ગન ચલાવડાવાનો આક્ષેપ કર્યો હતો. જેની બાદ ગૃહના હંગામો થયો હતો.જોકે, આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહ મંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું છે.
આસામમાં પૂરનો પ્રકોપ હજુ યથાવત છે. જેમાં છેલ્લા 24 કલાકમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ સાત લોકોના મોત થયા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં પૂરની ઘટનાઓમાં 75 લોકોના મોત થયા છે. તેમજ 3.32 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
ગુજરાતમાં ભુજની ખાસ એનડીપીએસ કોર્ટે પંજાબથી રૂપિયા 2.10 કરોડની કિંમતનું 420 ગ્રામ હેરોઈન કચ્છમાં ઉંચા ભાવે વેચવા માટે આવેલા પાંચ પંજાબી યુવકોને 10 વર્ષના સખ્ત કારાવાસ અને પ્રત્યેકને બે-બે લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.
લોકસભામાં એન્ટી પેપર લીક બિલની ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર સાથે કર્યો હતો. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે વિરોધીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે ગૃહમાં હોબાળો મચી ગયો.
અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થયા બાદ ગઈ કાલે મેઘારાજાએ વિરામ લીધો હતો. આજે ફરી રાજ્યમાં સર્વત્ર હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આવતી કાલે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોમાં મોટા કરા સાથે વરસાદ થવાનો છે. આ સાથે કેટલાક રાજ્યોમાં ભૂસ્ખલન થઈ શકે છે.