Wed Jul 22 2026

Logo

પાલિકા ઈન્ફ્રાસ્ટ્રકટર ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટથી ભંડોળ મેળવશે

2026-02-26 09:33:00
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ મહાનગપાલિકાએ કરવેરામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે પણ આવક ઊભી કરવા માટે અનેક યોજનાઓ પોતાના બજેટમાં પ્રસ્તાવિત કરી છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રકટર ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટથી ભંડોળ મેળવાની યોજના છે. એટલે કે પોતાની મિલકતનું મુદ્રીકરણ કરીને આવક ઊભી કરવાની છે.

પાલિકા પોતાના મોટા કેપિટલ પ્રોજેક્ટને હાથ ધરવા માટે ભંડોળ ઊભું કરવા  ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આઈએનવીઆઈટીએસ)દ્વારા તેની આવક રળી આપનારી સંપત્તિનું મુદ્રીકરણ કરશેે.  આઈએનવીઆઈટીએસ દ્વારા રસ્તાઓ, પાલિકાની બજાર, પાર્કિંગ લોટ, કમર્શિયલ જગ્યા વગેરે આવક રળી આપનારી માળખાકીય સંપત્તિઓની માલિકી અને સંચાલન કરીને તેના માધ્યમથી  લોન નહીં લેતા  રીટેલ અને સંસ્થાકીય રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરશે. 

આ રકમનો ઉપયોગ નવી મિલકત ખરીદવા, હાલના દેવાને ચૂકવવા અથવા ચાલી રહેલા મહત્ત્વના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે થઈ શકે છે એવું પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું.