નવી દિલ્હીઃ કેરળ અને આસામમાં વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે કેરળ માટે 11 ઉમેદવાર અને આસામ માટે 2 ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. આ નામના કારણે બંને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઈ શકે છે. સ્વાભાવિક છે કે, ભાજપ આ વખતે કેરળમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માંગે છે, એટલે સમજી વિચારીને ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. પરંતુ કેરળમાં ભાજપ કોંગ્રેસને માત આપી શકશે કે કેમ તે જોવાનું રહેશે...
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વી. રતેશને પીરમાડે સીટ માટે, અજીમોનને માવેલીક્કારા (SC) માટે અને રવિન્દ્રનાથ વકાથનમને પુથુપ્પલ્લી બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે તિરુવનંતપુરમથી કરમના જયન, કે.આર રાજેશને ચાવરા બેઠક પરથી, ચદયામંગલમથી આર.એસ અરુણ રાજને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
કેરળ અને આસામમાં ચૂંટણી પ્રક્રિયા એક જ તબક્કા થશે
આ સાથે આસામની વાત કરવામાં આવે તો, ભાજપે 2026 ની બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં દલગાવથી કૃષ્ણા સાહા અને સિસિબોરગાંવથી જીવન ગોગોઈને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ બે નામોને મંજૂરી આપી છે. કેરળ અને આસામમાં ચૂંટણી પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થવાની છે. બંને રાજ્યોમાં મતદાન 9 એપ્રિલ, 2026 ના રોજ થશે અને પરિણામો 4 મે ના રોજ જાહેર કરવામાં આવશે.