Sun Jul 26 2026

Logo

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે બિહારમાં મોટા ફેરફારના સંકેત: નીતીશ કુમાર દિલ્હી જશે?

2026-03-04 17:00:13
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/પટનાઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના વર્તારા મળી રહ્યા છે. રાજ્યસભામાં એનડીએનું કદ વધી એના ભાગરુપે રાજ્યસભામાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને મોકલી શકાય એવી અટકળોએ જોર પકડ્યું છે. જો નીતીશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવે તો તેમના પુત્રને નાયબ મુખ્ય પ્રધાનનું પદ આપી શકાય.

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ હાથ ધરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પાર્ટીના ટોચના નેતાઓ પણ આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે, જેમાં કહેવાય છે કે જો મુખ્ય પ્રધાનને રાજ્યસભાની સીટ આપવામાં આવે તો તેમનું પદ ખાલી રહી શકે છે, જ્યારે એ નહીં તો દીકરા નિશાંત કુમારને નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકાય.

અત્યારના સંજોગોમાં એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કદાચ પોતાના મુખ્ય પ્રધાનને સીટ આપી સકે છે. રાજ્યમાં સત્તા માટે ભાજપ કંઈ પણ કરી શકે એવી અટકળો વહેતી થઈ છે. નીતીશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવે તો પણ બિહારનો તાજ કોને આપી શકાય. બિહારમાં જો નીતીશ કુમાર હટે તો ભાજપ પોતાનો દાવો મજબૂતાઈપૂર્વક રજૂ કરી શકે છે.

નીતીશ કુમાર કદાચ નામાંકન કરી શકે
નીતીશ કુમાર લગભગ 20 વર્ષ સુધી બિહારના રાજકારણનું સુકાન સંભાળ્યું છે. જો જિતેન રામ માંઝીના થોડા મહિનાના કાર્યકાળને બાકાત રાખવામાં આવે તો તેઓ લાંબા સમયગાળા સુધી સીએમ બન્યા હતા. નીતીશ કુમાર નામાંકનની પ્રક્રિયાના દસ્તાવેજો તો પૂરા કર્યા છે અને આવતીકાલે નામાંકન કરી શકે છે. નિશાંત કુમાર પણ છેલ્લા કેટલાક સમયથી જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળે છે. પહેલી માર્ચના નીતીશ કુમારના જન્મદિવસના પિતા સાથે જોવા મળ્યો હતો. નિશાંત કુમારને બિહારના નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માટે જનતા દળના વરિષ્ઠ નેતા સંજય ઝા અને રંજન સિંહ ઉર્ફે લલન સિંહની વચ્ચે પાટનગરમાં લાંબી ચર્ચા પણ થઈ છે. બંને નેતાઓએ ભાજપના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું.