Tue Jul 07 2026

Logo

'તારો રેટ શું છે?' ભોજપુરી ગાયિકાને એન્કરે કર્યો સવાલ અને પછી થઇ 'બબાલ'

2026-02-23 21:34:55
Author: Mumbai Samachar Team
Article Image

પ્રખ્યાત ભોજપુરી ગાયિકા નિશા ઉપાધ્યાય આજકાલ સમાચારમાં છે, પરંતુ આ વખતે તેનું કારણ તેમના ગીતો નથી પરંતુ એક વાયરલ વીડિયો છે. નિશા એક લાઈવ સ્ટેજ શો દરમિયાન ગુસ્સે થયેલી જોવા મળી હતી અને તેણે શોના એન્કરને જાહેરમાં મારવા માટે પોતાના સેન્ડલ પણ કાઢ્યા હતા.  

વાસ્તવમાં પર્ફોર્મન્સની વચ્ચે એન્કરે નિશાની ફી વિશે કેટલીક અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી, જે સાંભળીને ગાયિકા ગુસ્સે થઈ ગઈ. આ ઘટનાએ ફરી એકવાર ભોજપુરી ઈન્ડસ્ટ્રીના લાઇવ શોમાં વધતી જતી અશ્લીલતા અને કલાકારો સાથે થતા વર્તન પર મોટી ચર્ચા જગાવી છે.

નિશા ઉપાધ્યાયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સારણ જિલ્લાના એક કાર્યક્રમનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં લોકો સ્ટેજ પર એકઠા થયા છે. ગાયિકા નિશા ઉપાધ્યાય ગુસ્સે ભરાયેલી અને હાથમાં સેન્ડલ પકડેલી દેખાઈ રહી છે. તે તેને મારવા દોડી રહી છે, તેની સાથેના લોકો પણ ગુસ્સે છે. સોશિયલ મીડિયા પર લોકો નિશાએ કરેલી કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખરાબ વર્તન કરનારાઓને આવો પાઠ ભણાવવો જોઈએ.

ગાયિકા નિશા ઉપાધ્યાયે સ્ટેજ પરથી આરોપ લગાવ્યો કે એન્કર તેને તેનો ભાવ પૂછી રહ્યો હતો. આ સાંભળીને નિશા ગુસ્સે થઈ ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા હેન્ડલ "ધ બિહાર" પર શેર કરવામાં આવ્યો હતો. તેમાં લખ્યું છે, "ભોજપુરી ગાયિકા નિશા ઉપાધ્યાયે સ્ટેજ પર એન્કરને થપ્પડ મારી. એન્કર કથિત રીતે તેને તેનો રેટ પૂછી રહ્યો હતો. ભોજપુરી સ્ટેજ શો આજકાલ સોફ્ટ પોર્ન બની ગયા છે, જ્યાં અશ્લીલતાની બધી હદો પાર થઈ રહી છે. સરકાર ડીજે પર પ્રતિબંધ મૂકી રહી છે, પરંતુ અશ્લીલ સ્ટેજ શો પર મૌન છે."

નિશા ઉપાધ્યાય ભોજપુરી સંગીત જગતમાં એક જાણીતું નામ છે. મૂળ બિહારના સારણ જિલ્લાના ગૌર બસંત ગામની વતની તે હાલમાં પટનામાં રહે છે. તેના મેલડી અવાજ અને લોકગીતોની વિશિષ્ટ શૈલીથી તે માત્ર બિહારમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ બનાવી છે.