આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે છે. પ્રેમ વ્યક્ત કરવાના આ ખાસ દિવસે જો તમે ભીડભાડથી દૂર રહીને તમારા પાર્ટનર સાથે ઘરે જ કોઈ ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગતા હોવ, તો બોલીવુડની ફિલ્મો સૌથી સારો વિકલ્પ બની શકે છે. હિન્દી સિનેમાએ દાયકાઓથી પ્રેમના અનોખા રંગો આપણને બતાવ્યા છે. જે તમારા મૂડને વધુ રોમેન્ટિક બનાવવી દેશે. અહીં કેટલીક એવી ફિલ્મોની યાદી તૈયાર કરી છે, જે તમે વિવિધ OTT પ્લેટફોર્મ પર માણી શકો છો.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)
શાહરૂખ ખાન અને કાજલની આ ઓલ-ટાઈમ ફેવરિટ ક્લાસિક ફિલ્મ આજે પણ દરેક પ્રેમીની પ્રથમ પસંદગી છે. યુરોપની વાદીઓમાં શરૂ થતી રાજ અને સિમરનની આ સફર ભારત આવીને લગ્ન સુધી પહોંચે છે. રાજનો સિમરન પ્રત્યેનો સાચો પ્રેમ અને પરિવારના દિલ જીતવાની તેની રીત હજુ પણ લોકો યાદ કરે છે. રોમાન્સ અને ગીતોથી ભરપૂર આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.

જબ વી મેટ
શાહિદ કપૂર અને કરીના કપૂરની આ ફિલ્મ એક ફ્રેશ અને બિંદાસ લવ સ્ટોરી છે. ટ્રેનમાં મળતા બે અજાણ્યા લોકો એક સિરિયસ બિઝનેસમેન આદિત્ય અને તોફાની ગીત કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તે ખૂબ જ સુંદર રીતે દર્શાવાયું છે. ફિલ્મના ડાયલોગ્સ અને ચાર્ટબસ્ટર ગીતો તમને ચોક્કસ ગમશે. આ મૂવી પણ એમેઝોન પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ છે.

વીર-ઝારા
યશ ચોપરાની આ માસ્ટરપીસ બોર્ડર પારના પ્રેમની એક અત્યંત ઈમોશનલ કહાની છે. ભારતીય પાયલોટ વીર પ્રતાપ સિંહ અને પાકિસ્તાની છોકરી ઝારા હયાત ખાન વચ્ચેનો બલિદાનથી ભરેલો પ્રેમ કોઈ પણ દર્શકની આંખો ભીની કરી શકે છે. દિલી જીતી લે એવા મ્યુઝિક અને અભિનયથી સજ્જ આ ફિલ્મ તમે નેટફ્લિક્સ પર માણી શકો છો.

સીતા રામમ
જો તમારે શુદ્ધ અને નિષ્કપટ પ્રેમ જોવો હોય, તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ ઓપશન બની શકે છે. 2022ની આ ફિલ્મમાં લેફ્ટનન્ટ રામ અને સીતા મહાલક્ષ્મીની પત્રો દ્વારા શરૂ થયેલી પ્રેમકહાની એક રહસ્ય અને લાગણીઓની સફર છે. દુલકર સલમાન અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રી અને 60ના દાયકાનું સુંદર સેટિંગ તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોવા મળી જશે.
યે જવાની હૈ દીવાની
આ ફિલ્મ આજની પેઢીના પ્રેમ, કરિયર અને દોસ્તીના ગૂંચવાડાને સુંદર રીતે રજૂ કરે છે. મનાલીની ટ્રિપથી શરૂ થતી કબીર (બની) અને નૈનાની સફર વર્ષો પછી ફરીથી મળે ત્યારે પ્રેમનો અહેસાસ કરાવે છે. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની આ હિટ ફિલ્મ તમે તમારા પાર્ટનર સાથે એમેઝોન પ્રાઇમ વિડિયો માણી શકો છો.

આશિકી 2 અને હમ આપકે હૈ કૌન
આ ઉપરાંત, જો તમને સંગીતમય રોમાન્સ ગમતો હોય તો આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની 'આશિકી 2' અને ફેમિલી ડ્રામા સાથેનો રોમાન્સ જોઈતો હોય તો સલમાન-માધુરીની 'હમ આપકે હૈ કૌન' બેસ્ટ ઓપ્શન છે. 'આશિકી 2' પ્રાઇમ વિડિયો પર અને 'હમ આપકે હૈ કૌન' જિયો સિનેમા પર ઉપલબ્ધ છે.
