Wed Sep 09 2026

Logo

ઉત્તરાખંડના બદારગઢ જંગલોમાં લાગેલી ભયાનક આગમાં એક મહિલા ભડથું, અન્ય એક અત્યંત ગંભીર

2026-05-27 11:59:30
Author: Vimal Prajapati
ઉત્તરાખંડના બદારગઢ જંગલોમાં લાગેલી ભયાનક આગમાં એક મહિલા ભડથું, અન્ય એક અત્યંત ગંભીર

દેહરાદૂનઃ આદિબદ્રી તહસીલના બૂંગા ગામ પાસે આવેલા બદારગઢ જંગલમાં મંગળવાર બપોરથી જંગલમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે અત્યારે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે મંગળવારે સાંજે 7:00 વાગ્યે, બૂંગા ગામના મદન લાલની પત્ની 50 વર્ષીય સુરેશી દેવી ગામથી માત્ર 200 મીટર દૂર આવેલા તેમના ગૌશાળા તરફ જતી વખતે આગની લપેટમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ આગમાં દાઝી ગઈ હોવાથી તેવું મોત થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

આગમાં દાઝેલી મહિલાનું હોસ્પિટલમાં જ મોત

મહિલાની વેદના સાંભળીને, ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા અને તેને આગમાંથી બચાવી લીધી અને તેના ઘરે પાછી લાવવામાં આવી હતી. પરંતુ જ્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેણીનું મોત નીપજ્યું. ગામલોકોએ તે જ રાત્રે સ્થાનિક પટવારી અને વન વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વન વિભાગની એક ટીમ રાત્રે ગામમાં પહોંચી હતી. દરમિયાન, રેસ ચોપટા ગામમાં એક અલગ ઘટનામાં, જંગલમાં લાગેલી આગમાં બીજી એક મહિલા દાઝી ગઈ હતી. ઘાયલ મહિલા, જેની ઓળખ કાશ્મીરા દેવી તરીકે થઈ છે, તે હાલમાં કર્ણપ્રયાગ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગને કાબૂમાં લેવાની કામગીરીમાં લાગેલી છે.